SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સંહિતાઓ પછી બીજા ધન્વન્તરિ તે કાશરાજના વંશમાં ધન્વરાજાના પુત્રરૂપે દ્વિતીય સંભૂતિમાં ઉત્પન્ન થયા. પછી ત્રીજા ધન્વન્તરિ તે એ જ કાશવંશમાં ધન્વન્તરિના પ્રપૌત્ર દિવદાસ નામના રાજા થયા, જેનું વર્ણન ઋગ્વદમાં, ઉપનિષદોમાં તથા મહાભારતમાં મળે છે. પણ એ દિદાસને પુરાણોમાં કયાંય આયુર્વેદના ઉપદેશક નથી કહેલ, માત્ર સુશ્રુતસંહિતામાં જ કહેલ છે. તે ઉપરના ત્રણમાંથી સુકૃતના ઉપદેશક કયા ? કેટલાક કહે છે કે ત્રીજા કુલપરંપરાથી શલ્યવિદ્યાના તથા ધન્વન્તરિ નામના અધિકાર હેઈને તેમને ત્યતંત્રના ઉપદેશક માનવા જોઈએ, કારણ કે દિદાસ તો એમને જ કહેલા છે. પણ કવિરાજ ગણનાથ સેન એને “અમરવર” સુબતમાં કહેલ છે તથા એ પિતાને આદિદેવ કહે છે એ ઉપર ભાર મૂકીને ધન્વરાજાના પુત્ર બીજા ધન્વન્તરિને જ શલ્યતંત્રના મૂળ ઉપદેશક માનવાના મતના છે. મને પિતાને આ ઝીણવટમાં વિશેષ તવ લાગતું નથી. બીજા કે ત્રીજા ગમે તે માનવાથી અતિહાસિક વિચારમાં ફેર પડતું નથી. એક ચે ધન્વન્તરિ વિક્રમ રાજાની સભાના નવરત્નમના એક હતા, પણ એ સુશ્રતના ઉપદેશક તે નહિ જ. એક પાંચમા ધન્વન્તરિ કેટલાક બ્રાહ્મણોના ગોત્રપ્રવર્તક છે અને એ ગોત્રના ૧. જુઓ સુકૃત “સૂ. ૧, ૩ તથા મહું ટ્ટિ ધન્વન્તરિરવિવો ઇત્યાદિ સૂ. અ. ૧ ક. ૨, જુઓ ભાનુમતી સહિત સુશ્રુત સૂત્રસ્થાનને ઉદ્દધાત, ૩. જુઓ નીચેનું કાવ્યસંગ્રહોક્ત પ્રસિદ્ધ પદ્ધ : धन्वन्तरिक्षपणकामरसिंहशकुवेतालभट्टघटखपरकालिदासाः ।। ख्यातो. वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥ -
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy