________________
» વે શ ક. યુરોપીય પ્રાપ્ય તત્ત્વવેત્તાઓમના મેટા ભાગે એવો અભિપ્રાય ફેલાવ્યું છે કે પ્રાચીન ભારતીય લેકેએ આધ્યામિક, ધાર્મિક
અને તાર્કિક વિષયોને જ વિચાર કર્યો છે; ભૌતિક વિષયોને તો . સ્પર્શ જ કર્યો નથી. પરિણામે ભૌતિક–પ્રત્યક્ષ ઉપલબ્ધ વિષયને
સમજવાની અશક્તિ હિન્દુઓમાં વંશપરંપરાથી ઊતરી આવી છે. અત્યારે આ દેશના વતનીઓની બુદ્ધિ ભૌતિક વિષયને ગ્રહણ કરવા સમર્થ છે કે નહિ એ વિશે અથવા તે આ વિષયમાં તેઓની બુદ્ધિશક્તિની ઇયત્તાનાં અતિહાસિક કારણે વિશે વિચાર કરવાનો આ પ્રસંગ નથી; પણ પ્રાચીન ભારત ઉપર ઉપલે આરોપ સર્વાશે ખરે નથી એમ આયુર્વેદિક સાહિત્યને ઇતિહાસ જોતાં સ્પષ્ટ દેખાય છે.
આપણું પૂર્વજોએ અધ્યાત્મવિદ્યામાં તથા ધર્મવિચારમાં અસાધારણ ઉન્નતિ પ્રાપ્ત કરી હતી એ વાત ખરી છે, પણ બધા આ વનમાં બેસીને અધ્યાત્મચિંતન, ધર્મચિંતન કે કાવ્યાદિની રચનામાં ગૂંથાયેલા રહેતા અને જગતમાં શું ચાલે છે, કેમ ચાલે છે, એ બાબતને એમને વિચાર જ નહોતો આવતો એવી યુપીય વિદ્વાનોની કે તેને અનુસરનાર કેટલાક અત્રત્ય વિદ્વાનની માન્યતા તિકશાસ્ત્રના કે આયુર્વેદના વિશાળ સાહિત્યને જોતાં અથવા અર્થશાસ્ત્ર કે મહાભારતના અભ્યાસક્વારા તત્કાલીન સમાજસ્થિતિનું ચિત્ર જોતાં, યથાર્થ નથી લાગતી. ઊલટું,
૧, કવિવર રવીન્દ્રનાથ ઠાકુર આપણી પ્રાચીન સભ્યતાને ઉપવનની સભ્યતા કહે છે તે પણ એતિહાસિક દષ્ટિએ અર્ધસત્ય છે.