________________
૧૮] .
આયુર્વેદને ઈતિહાસ રેગે એક જ પ્રાર્થનામાં સાથે મૂકી દીધા છે. રેગ અને ભૂતાવેશને
જુદા પાડ્યા નથી. રોગનિવારક તરીકે જે કહેલું છે તે માંત્રિક છે કે ઉપચારક્રિયાસૂચક છે, તે પણ ઘણી વાર સ્પષ્ટ નથી થતું. જાદુઈ ચીજે મેટેભાગે વનસ્પતિજન્ય હોય છે, પણ ઘણું વનસ્પતિનાં નામને અર્થ સમજાતો નથી. સાંકેતિક ચિકિત્સા (Symbolic treatment)ને દાખલે જોઈએ તે કમળાના પીળા રંગને પીળા સૂર્યમાં તથા પીળાં પક્ષીઓમાં મોકલે છે તથા ગાયના રાતા રંગને એને સ્થાને સ્થાપે છે (મ. ૧-૨૨) એ પૂરતો સૂચક છે. પણ તાવ ઉપર કુછ (કઠ) અને ક્ષત ઉપર પીપરની પ્રાર્થના છે તેમાં માદળિયાં તરીકે જ ઉપગ ઉદ્દિષ્ટ હશે કે દવા તરીકે પણ, એને નિર્ણય કર્યું કરી શકે ?
વેદનાં વૈવકને લગતાં સૂચને જરા વિગતથી તપાસીએ એટલે આ વિષય વધારે સ્પષ્ટ થશે. વૈદ્યવાચક સં. મિષ શબ્દ વેદ સંહિતામાં તથા પાછળના વૈદ્યક સાહિત્યમાં સામાન્ય રીતે વપરાયો છે. પાછળના ધાર્મિક સાહિત્યમાં વૈદ્યક ધંધાને હલકે ગણે છે. વૈદ્યક ધંધા તરફની આ અરુચિ છેક યજુર્વેદ સંહિતાઓ જેટલી જૂની ગણાય છે,૩ જેમાં વૈદ્યક ધંધા (મેષs) સાથે સંબંધ હોવા માટે અશ્વિદેવોને તિરસ્કાર કર્યો છે. આ ધંધાને લીધે અશ્વિદેવને મનુષ્યના સમાગમમાં બીજા દેવે કરતાં વધારે આવવું પડે છે એ માન્યતામાં આભડછેટની વૃત્તિ સ્પષ્ટ દેખાય છે. પણ પ્રાચીનતર વૈદિક
૧.. ૨-૨૩–૪, ૬-૫૦-૭, ૯-૧૧૨–૧ વગેરે; ૧.૨.૫-૨૯-૧, ૬-૨૪-૨; વા. ક. ૧૬-૫, ૧૯-૧૨, ૩૦-૧૦; સૈ. . --~--
૨. જુઓ મા. ધ. ૩. ૧-૬-૧૮-૨૦, ૧૯-૧૫, શૌ. પ. પૂ. ૧–૧૭ વા. ધ. ધૂ. ૧૪–૨–૧૯; fasg. ૫૧–૧૦.
૩. સૈ. ૩. ૬-૪-૯-૩; “. . ૪-૬-૨, ૪. ગ્રા. ૪-૧-૫-૧૪.