SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સંહિતાઓ [ ૧૩૧ પરિભાષામાં શું કહી શકાય એ વિશે વૈદ્યોમાં વર્ષોથી પુષ્કળ ઊહાપોહ થયો છે. પણ હજી સર્વ શંકાઓનું સમાધાન કરે અને આધુનિક માનસને સંતોષ આપે એવો નિર્ણય થયો નથી. કદાચ એ શક્ય નહિ હોય, કારણ કે પ્રાચીન વર્ગીકરણ આધુનિકથી જુદી જ ભૂમિકા ઉપર હોય એમ લાગે છે. છતાં વાત, પિત્ત, કફ કપિત નથી અને દેઢ-બે હજાર વર્ષથી સંતોષકારક રીતે વૈદ્યક વ્યવહારમાં કાર્ય સાધક નીવડેલ છે. સામાન્ય રીતે કવિરાજ ગણનાથ સેન વાત, પિત્ત, કફને જે રીતે સમજાવે છે તે અત્યારે વૈદ્યોમાં સર્વમાન્ય નહિ તે બહુમાન્ય છે. વાયુ, પિત્ત અને કફનું પ્રસાદરૂપ અને મળ૨૫, ૧. વૈદ્યસંમેલનના સભાપતિઓનાં વ્યાખ્યાને અને વૈદ્યકીય સામયિકોમાં વારંવાર પ્રકટ થયેલા અનેક લેખો ઉપરાંત મદ્રાસ સરકાર ઈ. સ. ૧૯૨૧માં નીમેલ “ધ ઈન્ડીજીનસ સીસ્ટમ એફ મેડિસિન”ની કમિટીને રિપોર્ટ, મ. મ. કવિરાજ ગણનાથ સેનના સિદ્ધાન્તનિદાનને આરંભ, નાશિકના ૧૯મા નિ. ભા. વૈદ્યસંમેલનની સમિતિ તરફથી માગવામાં આવેલા ત્રિધાતુસર્વસ્વ સંબંધી અનેક નિબંધ (જેની યાદી “આયુર્વેદ વિજ્ઞાન” પુ. ૧૪, પૃ. ૨૩૨-૩૪માં છે) અને “ત્રિદોષ એ પ્રત્યક્ષ પદાર્થ છે” એ નામને ભિકાજી વિ. ડેકરને આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૧૪, પૃ. ૨૩૮થી આગળ છપાયેલો લાંબો નિબંધ વગેર પુષ્કળ સાહિત્ય છે. પછી કાશીમાં સ. ૧૯૯૨ના કાર્તિકમાં ભરાયેલ પંચભૂત અને વિદેષવાદ પરિષદમાં આવેલા નિબંધો અને છેવટે થયેલા ઠરાવો. આયુર્વેદ વિજ્ઞાન ”ના ૧૯૯૧ ના પુસ્તકમાં પણ અમુક નિબંધે છપાયા છે. ત્રિદેષવાદ નામને એક નિબંધ શ્રી ભાનુશંકર નિર્ભયરામનો પુસ્તકાકાર સં. ૧૯૯૧માં જ છપાયો છે, “ત્રિધાતુદોષ ચર્ચા ” નામનું છે. ગ. સ. દીક્ષિતનું લખેલું એક મોટું મરાઠી પુસ્તક ઈ. સ. ૧૯૩૯ માં છપાયું છે, ઉપલી નોંધ કેવળ દિગ્દર્શક છે, સંપૂર્ણ નથી. ૨. ઓડકાર, અધેવાયુ વગેર વાયુ તે મલભૂત વાયુ, પિત્ત (Ble) તે મલભૂત પિત્ત અને નાક, છાતી વગેરેમાંથી નીકળતે કફ (Phlegm) એ મલભૂત કફ.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy