SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં આયુર્વેદનાં બીજે [ ૪૭ શાલાક્ય–આંખના રોગોમાંથી અલજી (ક. ૨. ૯-૮-૨૦)ને ઉલ્લેખ છે, પણ “માથાને યક્ષ્મા”, “આંખને યહ્મા”, “નાકનો યસ્મા” (જુઓ ક. ૨. ૨-૩૩) એ શબ્દોમાં આંખ, નાક વગેરેના રોગોને ઉલ્લેખ છે, જોકે તેમાં કયા રંગે સૂચિત છે એ કહેવું મુશ્કેલ છે; પણ તે તે અંગના સામાન્ય રોગો ઓળખાયા હશે અને તેની કાંઈક ચિકિત્સા પણ શરૂ થઈ હશે, એમ માનવામાં વધે નથી. અગરતંત્ર–બ્રાહ્મણોમાં અને સૂત્રોમાં સર્ષવિદ્યા અને વિષવિદ્યાની વાત આવે છે ( જુઓ શ. બા. ૧૦-૫-૨-૨૦, સાં. શ્રી. સૂ. ૧૬-૨-૨૫, આ. શ્રી. સૂત્ર ૧૦-૭-૫, છ. ૭–૧–૨, 4િ– ઘાન ૧–ર–૫). આ વિદ્યાઓ તો ખાસ આથર્વણુવિદ્યાઓ છે. અથર્વવેદ (પ-૧૩, ૫-૧૬, ૬-૧૨, ૭-૫૬)માં સર્પવિષ વિશે કેટલાંક સૂક્ત છે, જેમાં agવમ્ જેવા લોકભાષાના શબ્દ વપરાયા છે એ ઘણું સૂચક છે. ઝેરી ખાણોને પણ અથર્વવેદ (૪-૬)માં ઉલ્લેખ છે. રસાયન અષ્ટાંગ આયુર્વેદમાંથી હવે માત્ર રસાયન અને વાજીકરણ આ બેનાં મૂળ જેવાનાં રહ્યાં. આયુષ્યસુતો અથર્વવેદમાં અને બીજા વેદોમાં પુષ્કળ મળે છે. શ્રૌત અને ગૃહ્ય સૂત્રોમાં આયુષ્યમંત્રો પુષ્કળ ટકેલા છે. એ માટે માદળિયાં વગેરે બાંધવાનો રિવાજ હતા. સે શરદ અને તેથી પણ વધારે આયુષ્ય ભોગવવાની વૈદિક વાસના અનેક મંત્રોમાં ઉહિલખિત છે અને અથર્વવેદમાં તે આયુર્વર્ધક અનેક સૂકતો છે (જુઓ . ૨. ૧-૩૫, ૩–૧૧, –૫૩–૬, ૨–૨૮, ૨-૨૯, ૩-૩૧ વગેરે). १. तत्ते बध्नाम्यायुषे वर्चसे बलाय दीर्घायुष्त्वाय शतशारदाय । (૧-૩૫-૧) शतं जीव शरदो वर्धमानः शतं हेमन्तान्शतमु वसन्तान् । शतं त इन्द्रो अग्निः सविता बृहस्पतिः शतायुषा हविषाहार्षमेनम् ॥ (૩–૧૧–૪)
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy