________________
સંગ્રહ
[ ૨૪૧ પાગમહેદધિ–કર્તા અજ્ઞાત. અમુદ્રિત. મળેલી હાથપ્રતમાં નિઘંટુભાગ છે.
ગરત્નમાલાગંગાધર યતીન્દ્રની ઈ. સ. ૧૫૭૪માં અમદાવાદમાં લખાયેલી હાથપ્રત ઇડિયા ઓફિસ લાયબ્રેરીમાં છે.
યોગરત્નાકર૩–નયનશેખરને ગુજરાતી ચોપાઈમાં ઈસ. ૧૬૮૦ માં લખાયેલે અન્ય.
યોગશતક–શ્રીકંઠદાસરચિત. આના ઉપર વરસચિની અભિધાનચિંતામણિ નામની ટીકા છે.
ગસંગ્રહ-કર્તા અજ્ઞાત. અપ્રકાશિત.
યોગસમુચ્ચય–ગુજરાતી શ્રીગેડ બ્રાહ્મણ હરિરામના પુત્ર માધવને લખેલે ટૂંકો ગ્રંથ, જેની હાથપ્રત સ્વ. તનસુખરામ મ. ત્રિપાઠીના સંગ્રહમાં હતી.
યોગસમુચ્ચય-વ્યાસ ગણપત રચિત. ગુજરાતી ભાષાંતર સાથે રાજવૈદ્ય જીવરામ કાલિદાસે છપાવ્યો છે.
રત્નાકરૌષધયોગ – કર્તા અનાત. અપ્રકાશિત. રસકંકાલીય-કંકાલયોગી વિરચિત. આ ગ્રંથ છપાયો છે. રસકપલતા—મનીરામ વિરચિત.
રસકામધેનુ-વૈવવર શ્રી ચૂડામણિ સંગૃહીત. આ ગ્રંથ મુંબઈની આયુર્વેદીય ગ્રંથમાળા (પુષ્પ ૧૬મું)માં છપાયે છે.
રસકિન્નર–– કર્તા અજ્ઞાત. રસકૌમુદી–શક્તિવલ્લભ વિરચિત.
રસકૌમુદી-જ્ઞાનચંદ્ર વિરચિત. આ ગ્રંથ લાહેરમાં છપાઈ ગયો છે.
૧. હાથપ્રત વૈદ્ય જા. ત્રિ. આચાર્ય પાસે છે. ૨. જુઓ “ગુજરાતનું વૈદ્યક સાહિત્ય” નામનો મારે નિબંધ. ૩. એજન. ૪. વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં તથા ગોંડલના ઇતિહાસમાં નામ છે.