________________
૧૦]
આયુર્વેદના ઇતિહાસ
વિદ્યાએ ગુરુને ઘેર રહીને શિખાતી તેમ આયુર્વેદ પણ ગુરુને ઘેર રહીને શીખવાનું ચરક–સુશ્રુતના કાળથી ચાલ્યું આવતું ધેારણુ પચાસ વર્ષોં પહેલાં આ દેશમાં સામાન્ય હતું. બંગાળમાં એને ‘ ટાલ ' પદ્ધતિ કહે છે, પણ ભારતમાં સર્વત્ર એ પદ્ધતિ ચાલુ હતી. એ પદ્ધતિ પ્રમાણે વૈદ્યક ભણેલા વૈદ્યો હાલમાં પણ ગુજરાતમાં છે; એટલું જ નહિ, પણ ગુજરાતના પ્રથમ પંક્તિના વૈદ્યોમાં ગણાય છે.
આ પ્રાચીન શિક્ષણપદ્ધતિ શ્રેષ્ઠ ગુરુ અને ઉત્તમ શિષ્યને ચોગ હાય તે ઉત્તમ પરિણામ ઉપજાવી શકે છે, પણ શિક્ષણના સામાન્ય પ્રચાર માટે આ પદ્ધતિ નિરુપયેાગી છે. વળી, જ્યારે જૂની અને નવી સ` વિદ્યાઓનું શિક્ષણ શાળા-પાઠશાળાએ ભારત અપાય છે ત્યારે એક આયુર્વેદનું જ શિક્ષણ એથી જુદી રીતે અપાય એ કેમ ચાલી શકે? આ વિચારસરણીને પરિણામે સંસ્કૃત પાઠશાળાઓ સાથે તથા એથી સ્વતંત્ર રીતે પણ આયુર્વેદની શાળાએ પહેલાં વ્યક્તિગત પ્રયત્નથી અને પાછળથી સમૂહગત પ્રયત્નથી આધુનિક સમયના આરંભથી ચાલુ થઈ છે. આયુર્વેદની આ શાળા-પાઠશાળાઓના અભ્યાસક્રમ શા રાખવા એને નિષ્ણુય પહેલાં તેા તે તે સંસ્થાના અધ્યાપકેા જ કરતા; ક્રાઈ જાતનું સામાન્ય ધારણ ન હતું. પણ દાક્તરી વિદ્યાના અહેાળા પ્રચાર સાથે વૈદ્યોને દાક્તરો સાથે હરીફાઈ ઉત્પન્ન થતાં શારીર આદિ દાક્તરી વિદ્યાનાં કેટલાંક અંગાનું જ્ઞાન પણ આયુર્વેદના જ્ઞાન સાથે જોડવું એ કેટલાક ઉભય વિદ્યાના સંસ્કારવાળા વૈદ્ય–દાક્તરેાને આવશ્યક લાગ્યું. મુંબઈમાં આ હેતુથી ઈ. સ. ૧૮૯૬ માં એ વખતના સારા વૈદ્યો અને દાક્તરાના સહકારથી વૈદ્ય પ્રભુરામ જીવનરામે ' આયુર્વેદ વિદ્યાલયની સ્થાપના કરી. જેને કેટલાક વિરેાંધીએ મિશ્ર શિક્ષણુ કહે છે તેવું શિક્ષણ આપનારી કદાચ આ પહેલી સંસ્થા હશે. એ પછી તા અ. લા. આયુર્વેČટ્ટ મહામંડળે પાતે સ્થાપેલ વિદ્યાપીઠ માટે પણ આયુર્વેદના સંપૂર્ણ જ્ઞાન સાથે શારીર, પ્રસૂતિશાસ્ત્ર, શલ્યતંત્ર