________________
૨૫૮]
આયુર્વેદને ઈતિહાસ કલકત્તામાં, કાશીમાં, પૂનામાં અને બીજે પણ કેટલેક સ્થળે નાનીમેટી ઇસ્પિતાલે પણ નીકળી છે. પણ એ દિશામાં હજી ઘણું વિસ્તારને અવકાશ છે. - સંમેલન–હશે : દૌ , એ સત્યની પિછાનથી તથા નેશનલ કેગ્રેિસ, પ્રાચ વિદ્યા પરિષદ, સાહિત્ય પરિષદ વગેરેના મેળાવડાઓ જોઈને વૈદ્યોને પણ મેળાવડે થાય તે એમાં જુદા જુદા પ્રદેશના વૈદ્યોના સહકારથી વૈદ્યક વિદ્યાની અને વૈદ્યક ધંધાની ઉન્નતિને વિચાર તથા પ્રજામાં તેમ જ રાજ્યમાં હિતકર વિચારેને પ્રચાર બેય થઈ શકે એ લક્ષ્યથી સ્વ. શંકર દાળ શાસ્ત્રીપદે (સં. ૧૯૨૩ થી ૧૯૬૫)ને હાથે વૈદ્ય સંમેલનને સં. ૧૯૬૪ માં આરંભ થયો. અને પછી તો એ સંસ્થા નિયમબદ્ધ થઈને નિખિલ ભારતવર્ષીય અને પ્રાન્તીય એમ બે રૂપમાં આજ સુધી ચાલે છે. કે આ સંમેલનમાં કાશ્મીરથી કન્યાકુમારી–સિલેન અને કલકત્તાથી દ્વારકા સુધીના વૈદ્યો ભાગ લે છે. વૈદ્યોમાં આ પ્રવૃત્તિથી નવું સંગઠિત જીવન આવ્યું છે અને સમાજમાં તથા સરકારમાં આયુર્વેદને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. પ્રચારકાર્ય ઉપરાંત સ્વકીય ઉન્નતિ માટે પણ સંમેલનારા પ્રયાસો થયા છે. આયુર્વેદના ભાવિ જીવનને સાચે આધાર વિદ્યાવિષયક ઉન્નતિ છે એ તે વિદ્વાન વિવોના ધ્યાનમાં તરત આવે એવું સત્ય છે. વૈદ્ય સંમેલનને આરંભ કરનાર શંકર દાળ શાસ્ત્રીપદેએ જ સં. ૧૯૬૩માં આયુર્વેદ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને પછી મ. ભ. ગણનાથ સેન, આ. સા. જાદવજી ત્રિ. આચાર્ય, ૫. લક્ષ્મીરામ સ્વામી વગેરે ભારતભરના ભારતીય પ્રતિષ્ઠાવાળા અગ્રગણ્ય વિદ્વાન વૈદ્યોએ વૈદકની : ૧. શંકર દાજી શાસ્ત્રીપદેના જીવનચરિત્ર માટે જુઓ રજત જયન્તી ન્ય, દ્વિતીય ભાગ, ૫, ૪૭૧.
૨. વૈદ્ય સંમેલનને આરંભથી આજ સુધીને વૃત્તાન્ત જાણવા માટે જુઓ રજત જયની ગ્રન્યના બેય ભાગે.