________________
૨૫૬ ]
આયુર્વેદને ઈતિહાસ દાક્તરી વૈદ્યકના ગ્રન્થોનાં ગુજરાતી કે મરાઠી, હિંદીમાં સીધાં ભાષાન્તરે કે સારાંશે લોકોમાં જ્ઞાનપ્રચારના હેતુથી લખાયાં છે, તેને તે અહીં નેધવાની જરૂર નથી, પણ આધુનિક વિજ્ઞાનની અસરથી થયેલી આયુર્વેદિક સાહિત્યની પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ તો વળી આયુર્વેદના નવા શિક્ષણક્રમને ધ્યાનમાં રાખીને પાઠયપુસ્તક તરીકે જે થોડા ગ્રન્થો રચાયા છે તે છે અને તેમાંથી નમૂનાના બે ગ્રન્થની નોંધ નીચે લીધી છે.
પ્રત્યક્ષશારીર–આયુર્વેદિક શિક્ષણક્રમમાં શારીરના પાયગ્રન્થ તરીકે પ્રાચીન પરિભાષા-શૈલી ધ્યાનમાં રાખીને અને શારીર જેવા ફૂટ વિષયની નવી પરિભાષા રચીને સંસ્કૃતમાં પ્રત્યક્ષશારીરની રચના કરનાર અખિલ ભારતના પરમ વિદ્વાન ઉભયજ્ઞ મહામહોપાધ્યાય કવિરાજ ગણનાથ સેને ઈ. સ. ૧૯૧૪માં પ્રત્યક્ષશારીરને પ્રથમ ખંડ બહાર પાડ્યો અને ઈ. સ. ૧૯૩૬માં ત્રીજે ખંડ બહાર પાડી ગ્રન્થ પૂરે કર્યો. આ પ્રત્યક્ષશારીર ગ્રન્થને આયુર્વેદના સારા પંડિત આયુર્વેદીય વિદ્યાર્થીઓ માટેના નવીન જ્ઞાનના સંગ્રહવાળા પાઠ્યપુસ્તક તરીકે આદભૂત ગણે છે.
કવિરાજ ગણનાથ સેને જ સિદ્ધાંતનિદાન નામના સંસ્કૃત ગ્રન્થને પણ એક ખંડ ઈ. સ. ૧૯૨૨માં બહાર પાડયો છે. બાકીના ખંડે તૈયાર થાય છે એમ સાંભળ્યું છે.
| પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગી થાય એ હેતુથી શારીર, પ્રસૂતિતંત્ર, રોગવિજ્ઞાન, કીટાણુશાસ્ત્ર, વિષાક, નેટવૈદ્યક વગેરે વિષયના નાનામોટા હિંદી, મરાઠી, ગુજરાતી ભાષામાં અનેક ગ્રન્થ લખાયા છે. દા. ત., ડો. જાદવજી હંસરાજનું નેત્રવૈદ્ય, ડો. મુજેનું નેત્રેચિકિત્સા નામનું સંસ્કૃત પુસ્તક અને ડા. બાલકૃષ્ણ અ. પાઠકનું ગુ. વ. સે. એ ૧૯૩૯માં પ્રકટ કરેલું જતુશાસ્ત્રપ્રવેશિકા જુદી જુદી દૃષ્ટિથી લખાયેલા સારા ગ્રન્થો છે.
૧. “પ્રત્યક્ષશારીરને છે. બા. અ. પાઠકે કરેલો ગુજરાતી અનુવાદ પણ છપાયે છે.