________________
આધુનિક સમય
[ ૨૫૫
છે. એ પ્રકારના એ પહેલા નિષ ́ટુ છે.૧ ખીજો બંગાળના કવિરાજ વિરજાચરણુ ગુપ્તા વનૌષધિદણુર છે અને ત્રીજો ભાઈ ખાપાલાલ ગ. વૈદ્યના નિધ ́ટુઆ' છે. આ વિષયના આ ત્રણ ગ્રન્થાની જ નોંધ નમૂના તરીકે પૂરતી છે.૪ વળી, અહીં સસ્કૃત અથવા ગુજરાતી ગ્રન્થાની જ નોંધ લઈ શકાય એમ છે; મરાઠી, હિંદી આદિ ભાષાના ગ્રન્થાની નૈધિ શકય નથી.
રસશાસ્ત્રને આ પ્રકારના ગ્રન્થ ૫. સદાનન્દ શર્માએ સ ંસ્કૃત પદ્યમાં રચેલા અને સ. ૧૯૮૧માં કવિરાજ નરેન્દ્રનાથ મિત્રે લાહારથી છપાવેલે રસતર ગિણી નામનેા છે, જે વૈદ્યોમાં ધણા વપરાય છે.
આધુનિક દાક્તરી વૈદ્યક ભણ્યા પછી એ જ્ઞાનના લાભ દેશી વૈદ્યકના વિદ્યાર્થી ને આપવાની ઇચ્છાથી દેશી દાક્તરાને હાથે લખાયેલા ગુજરાતી ગ્રન્થામાંથી સૌથી જૂના ડૉ. ત્રિભુવનદાસનેા શારીર અને વૈદ્યક છે. એ ગ્રન્થામાં અતિ ટૂંકામાં આપેલા શારીરજ્ઞાનના અને અંગ્રેજી રાગવિજ્ઞાનને ગુજરાતના ચાળીશ વર્ષોં પહેલાં નવા થતા વૈદ્યોએ ણા લાભ લીધા છે. એ પછી એ કરતાં સહેલા અને ચેાગાના મેટા સંગ્રહવાળા ગ્રન્થ વૈદ્ય જટાશ ંકર લીલાશંકરના ‘ઘરવૈદુ” છે (પહેલી આ. લગભગ ઈ. સ. ૧૯૦૦). એ ગ્રન્થ પણુ ઓછું સસ્કૃત જાણનાર વૈદ્યકજિજ્ઞાસુને ધણા ઉપયાગી થયા છે.
૧. આ નિધટું સંગ્રહકર્તાએ જ જૂનાગઢમાં ઈ. સ. ૧૮૯૩ માં છપાયેા હતા.
૨. વનૌષધિદર્પણ કલકત્તામાં ૧૯૦૮ માં છપાયેલ છે.
૩. નિધટુઆદ' કર્તાએ બે ભાગમાં ઈ, સ, ૧૯૨૭ માં છપાવેલ છે.
૪, ગુજરાતીમાં સ્વતંત્ર વૈજ્ઞાનિક ગ્રન્થ તરીકે જે અજોડ છે તે જયકૃષ્ણ ઇન્દ્રજીના ગ્રન્થાને કેવળ વનસ્પતિશાસ્ત્રના ગણીને તથા ડૉ. દેશાઈના ગ્રન્થ મરાઠીમાં હાવાથી અને ઇંડિયન મેડિસિનલ બૅન્ટ્સ અંગ્રેજીમાં હાવાથી એને નથી નાંધ્યા.