________________
આધુનિક સમય
[ ૨૫૩
કરવામાં આવ્યા હાય એવા ગ્રન્થા તરફ્ વિશેષ આકર્ષણ દેખા હાલમાં શ્યામસુંદરાચાર્ય વિરચિત (શ્યામસુંદર રસાયનશાલા, ગાયલાટ, કાશીમાં છપાયેલ, તૃતીયાવૃત્તિ, ૧૯૩૫) રસાયનસાર તથા ઠાકર નાથુસિંહ વર્માના ( કાલેડા-મેગલા, પે।. કૅકડી, જિલ્લા અજમેર, દ્વિતીયાવૃત્તિ, ૧૯૩૮) રસતન્ત્રસાર અને સિદ્ધપ્રયાગસંગ્રહ એય હિંદી ભાષા ટીકાવાળા ગ્રન્થા, ખાસ ઉદ્દાહરણુરૂપ ગણાય એવા ગ્રન્થા છે.
પણ જૂની વસ્તુના સંગ્રહ સાથે સ્વાનુભવની ઝળક જેમાં પદે પદે દેખાઈ આવતી ઢાય એવા ગ્રન્થતા સિદ્ધભેષજમણિમાલા છે. મૂળ અમદાવાદ( ગુજરાત )ના પણ જયપુરમાં ચાર પેઢીથી વસેલા ભટ મેવાડા જ્ઞાતિના શ્રી. કૃષ્ણરામ વ્યાસના રચેલા આ ગ્રન્થ છે. એમના પિતા કુન્દનજીએ પણ ‘હિકમન્મન્દારબન્ધ’ નામના ગ્રન્થ લખેલા. સિદ્ધભેષજમણિમાલામાં જૂના ગ્રન્થેનાં વચને સ ંગ્રહ નથી, પણ જૂના ગ્રન્થામાંથી, યુનાની વૈદ્યકમાંથી તથા વ્યવહારમાંથી વસ્તુ લઈ ને ગ્રન્થકર્તાએ સ્વતંત્ર રચના કરી છે, અને એ કારણથી આયુર્વેદિક સાહિત્યમાં એ ગ્રન્થનું ખાસ સ્થાન છે.
રસયાગસાગર—ઉપર નિ'ટુરત્નાકર અને બૃહન્નિધટુરત્નાકર એ એ મેાટા સંગ્રહગ્રન્થાની વાત કરી છે. એથી કાંઈક જુદા ધારણ ઉપર રસયેાગસાગરમાં સંગ્રહ કરવામાં આવ્યેા છે. પ્રકાશિત તથા અપ્રકાશિત—અપ્રકાશિતમાં તેા કેટલાક દુર્મિલ ગ્રન્થાને ભારે પ્રયત્નથી મેળવીને યાવદુપલભ્ય ગ્રન્થામાંથી જેમાં કેવળ રસયેાગાના હિંદી ભાષાંતર સાથે ઉલ્લેખપૂર્ણાંક સંગ્રહ કરવામાં આવ્યા છે તે રસયેાગ
૧, સિદ્ધભેષજમણિમાલા, ગ્રન્થકર્તાના શિષ્ય અને ભારતપ્રસિદ્ધ લક્ષ્મીરામ સ્વામીની ટિપ્પણીઓ સાથે કર્તાના પુત્રે સ. ૧૯૫૬ માં વેંકટેશ્વર પ્રેસમાં છપાળ્યેા છે, આ ગ્રન્થના શ્રા, બા, ગ. વૈદ્યે કરેલા સરસ ગુજરાતી અનુવાદ ‘આયુર્વેદ વિજ્ઞાન'ના છેલ્લા અકામાં કટકે કટકે છપાતા હતેા,