________________
ર૬૨ ].
આયુર્વેદને ઇતિહાસ એ અરસામાં જે પ્રમાણમાં વધ્યું છે તે પ્રમાણમાં દેશી વૈશ્વકનું વધ્યું નથી. દેશી વૈદ્યક છેલ્લાં પચાસ વર્ષમાં આગળ આવવાને પ્રયત્ન કરવા છતાં કાંઈક પાછળ પડયું છે એમ મને લાગે છે.. અને આ સ્થિતિના કારણે કેવળ બાહ્ય રાજકીય સહાય વગેરે છે એમ મને નથી લાગતું. વિદ્યા અને કલામાં પાશ્ચાત્ય વૈદ્યકવિનાને જે અસંખ્ય વિશેષતાઓ ઉમેરી છે તેની સાથે સરખાવી શકાય એવું કશું દેશી વૈદ્યોએ કર્યું નથી. પાશ્ચાત્ય વૈદ્યકની આવી સિદ્ધિએનાં કારણોને વિચાર અહીં અપ્રસ્તુત છે, પણ આયુર્વેદના પાઠ્યક્રમમાં પાશ્ચાત્ય વૈદ્યકમાંથી અમુક વિષયે દાખલ થયા છે એ હકીકતને તથા ભવિષ્યમાં પાશ્ચાત્ય વૈદકની અસર વધવાની સંભાવને વિચાર કરીને આયુર્વેદનું ભાવિ કલ્પવા જતાં એનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને તે ઘણું જોખમમાં લાગે છે..
ઇતિહાસકાર તિષી નથી, ભાવિમાં નજર નાખવાને એને દાવો નથી; છતાં આયુર્વેદના સમગ્ર ઇતિહાસ ઉપર દૃષ્ટિ નાખતાં એમ લાગે છે કે ચરક-સુતને યુગ ફરી આવવાને સંભવ નથી.” ભવિષ્યને આયુર્વેદિક વૈદ્ય કેવો હશે અને ચરક-સુશ્રુતે આપેલા કીમતી વારસામાંથી ભવિષ્યની પ્રજાના કલ્યાણમાં કેટલાને ઉપયોગ થશે એ કહેવું મુશ્કેલ છે, છતાં પુનર્વસુ અને ધન્વન્તરિને આત્મા આ દેશના ભાવિ વૈદ્યોમાં ગમે તે રૂપમાં પણ પ્રકાશ આપ્યા કરશે. એવી આશા છે.