________________
આધુનિક સમય
[ ૨૫ યોગસંગ્રહગ્રન્થ-ગસંગ્રહના જેવા પ્રત્યે છેલ્લાં સેંકડો વર્ષથી રચાતા હતા તેવા અનેક ગ્રન્થ છેલ્લાં સે વર્ષમાં પણ રચાયા છે, પણ એમાંના કેટલાક ખાસ બેંધપાત્ર છે.
ભૈષજ્યરત્નાવલિ–બંગાળાના કવિરાજ શ્રી વિનોદલાલ સેનને પિતાના ઘરમાં મહામહોપાધ્યાય ગોવિંદદાસની રચેલી એક જીર્ણ શીણું પેગસંગ્રહની પુસ્તિકા મળી આવતાં એમાં અનેક ગ્રન્થમાંથી પિતાને ગમ્યા તેવા ઉમેરા કરી, એ પુસ્તિકાને હષ્ટપુષ્ટ બનાવી ભવનાવલિ નામથી છપાવી છે. આ ગ્રન્થના ગે વૈદ્યોમાં– વિશેષ કરીને બંગાળાના વૈદ્યોમાં–ખૂબ પ્રચલિત છે. એમાં પસર્ગિકમેહ અને શીર્ષાબુ જેવા નવા રોગોનું દાક્તરી વૈદ્યકમાંથી લઈને વર્ણન પણ લખ્યું છે.
કવિરાજ વિદલાલ સેને આયુર્વેદવિજ્ઞાન નામને સૂત્ર, શારીર, દ્રવ્યસ્થાન, નિદાન, ચિકિત્સન એ રીતે પાંચ સ્થાનમાં આયુર્વેદનાં શારીર, નિઘંટુ, યંત્રશાસ્ત્રોનું વર્ણન વગેરે સર્વ અંગેના વર્ણનવાળો એક ગ્રન્થ છપાવ્યો છે. આ ગ્રન્થમાં ઉપર કહેલા નવા રેગોનું પણ વર્ણન છે.
નિઘંટુરત્નાકર –બ્રિટિશ હકૂમત સ્થપાઈ અને છાપખાનાં આવ્યાં તે પછી વૈદ્યકના ઉદ્ધારની જે વાસના આ દેશમાં જાગી અને છાપખાનાંની સગવડથી મોટા પ્રત્યે રચી છપાવી શકવાની જે સગવડ મળી તેને પરિણામે નિઘંટુરત્નાકર જેવા ગ્રન્થો રચાયા છે એવું માનવામાં વાંધો નથી.
૧. ઉપર (પૃ. ૨૪૨ માં) નાધેલ રસરત્નમણિમાલા સંસ્કૃતમાં થયેલી માત્ર યુગોના સંગ્રહની અમુદ્રિત રચનાનો સરસ દાખલો છે, જ્યારે શ્રી રધુનાથ શાસ્ત્રી દત્ય અને કૃષ્ણશાસ્ત્રી ભાટવડેકર એ બેએ તૈયાર કરી છપાવેલે મરાઠી વૈદ્યસાર સંગ્રહ (જેનું ગુજરાતી ભાષાન્તર પણ છપાયું છે) મુદ્રિત રચનાને સારે દાખલ છે.