________________
૫૨ ].
આયુર્વેદને ઈતિહાસ ઈ. સ. ૧૮૬૭માં વૈદ્યવયં વિષ્ણુ વાસુદેવ ગોડબેલેએ વૈદ્યવાર્ય ગણેશ રામચંદ્ર શાસ્ત્રી દાતાર આદિ દક્ષિણી વૈદ્યો પાસે તૈયારી કરાવી શેઠ હંસરાજ કરમશી રણમલ્લ જેવા ગુજરાતી શેઠિયાએ આપેલા મેટા આશ્રયથી મરાઠી ભાષાન્તર સાથે નિઘંટુરનાકર ત્રણ ભાગમાં છપાવ્યું હતું. આ ગ્રન્થ આયુર્વેદના ગ્રન્થમાંથી મૂળ વચને જ ઉતારીને તૈયાર કરવામાં આવ્યો છે. ઓષધિગુણદોષ, પરિભાષા, પંચકષાય, સુકૃત શારીર, અષ્ટવિધ પરીક્ષા, ધાતુશોધનમારણ વગેરે, પારદ, મહારસ, ઉપરસ, રત્નો, અર્કપ્રકાશ, અજીર્ણમંજરી વૈદ્યકશાસ્ત્રીય પારિભાષિક કષ, રેગવિજ્ઞાન અને ચિકિત્સા એ રીતે વિભાગો પાડીને સંગ્રહ કરવામાં આવ્યો છે.
બહન્નિઘંટુરત્નાકર –ઉપર ધેલા નિઘંટુરત્નાકરથી પણ બૃહત્કાય આ ગ્રન્ય પં. દત્તરામ ચૌબેઠારા સંકલિત તથા ભાષા ટીકા સહિત છ ભાગમાં વેંકટેશ્વરમાં છપાયો છે. જ્યારે આ બૃહનિધટુરત્નાકરના સાતમા આઠમા ભાગ તરીકે લાલા શાલગ્રામસંકલિત શાલગ્રામનિઘંટુભૂષણના બે ભાગની યોજના કરી છે. આ સાતમાઆઠમા ભાગમાં સંસ્કૃત, હિંદી, બંગલા, મરાઠી, ગુજરાતી, દ્રાવિડી વગેરે ભાષાનાં નામે સાથે ઔષધેનું ગુણવર્ણન છે.
બૃહનિઘંટુરત્નાકર વિશે મને વિશેષ ખબર નથી, એની શુદ્ધિ વિશે હું સાશંક છું, પણ નિઘંટુરત્નાકરને તે એ છપાયા પછી અને રસોગસાગર છપાયા પહેલાં દક્ષિણ અને ગુજરાતી વૈદ્યોમાં ઘણો ઉપયોગ થતો જોયો છે. પણ ભારે કદના આવા સર્વસંગ્રહાત્મક ગ્રન્થ કરતાં ચૂંટેલા પાઠાવાળા અને બનાવટમાં તથા ગની પસંદગીમાં પોતાના અનુભવોને દાવો પણ
૧. ઈ. સ. ૧૯૩૬ માં આ મોટા ગ્રંથની આવૃત્તિ બીજી, બે ભાગમાં, છપાઈ, કાગળ વગેર સુંદર બહિરંગમાં તથા મરાઠી ભાષાન્તર અને મૂળ વચનની શુલિની બાબતમાં તથા ગોઠવણમાં ઘણું જ ઈષ્ટ સુધારા સાથે નિ. પ્રે, તરફથી છપાયેલ છે.