________________
આધુનિક સમય
[૨૫૦ - પણ હજી પ્રત્યક્ષશરીર પેઠે બહુમાન્ય કેઈક જ થયા છે, પણ ધીમે ધીમે ચળાઈને પાઠ્યપુસ્તક તરીકે આયુર્વેદના વિદ્યાથીઓને ખરેખર ઉપકારક થાય એવા સારા ગ્રન્થો જરૂર પ્રકટ થશે. '
ઇતર પ્રવૃત્તિઓ–નવા જમાનામાં દેશી વૈદ્યોમાં જાગૃતિ આવીને આયુર્વેદના ઉદ્ધારને લક્ષીને જે જે પ્રવૃત્તિઓ છેટલાં સો વર્ષ દરમિયાન થઈ તેમાંથી આયુર્વેદિક સાહિત્યને લગતી પ્રવૃત્તિઓનું ટૂંકામાં અવકન કર્યું. હવે સાહિત્યેતર પ્રવૃત્તિઓ તરફ નજર નાખીએ. વૈદ્યો પોતાનાં ઔષધે પોતે બનાવી લે એ પ્રથા જૂના કાળમાં હતી. પછી રસદ્યોએ રસશાળાની સ્થાપનાનું રણ દાખલ કર્યું; પણ એમાં રસવૈદ્યો રસ, ઉપરસ વગેરેનાં શેધન-મારણ કરીને જે ઔષધે તૈયાર કરતા તે પિતાના ઉપયોગ માટે કરતા, પણ ગુજરાતમાં જામનગરની રસશાળા સં. ૧૯૨૦ માં સ્થપાઈ ત્યાંથી આરંભ ગણતાં પણ તે વર્ષથી વેપાર અર્થે ઔષધ તૈયાર કરવાનો પ્રવાહ ચાલે છે અને ધીમે ધીમે આયુર્વેદિક દવાઓ બનાવનાર ઘણી સંસ્થાઓ નીકળી છે; પણ એ બધાંનાં નામ કે તેઓને અનુક્રમ નેધવાની અહીં જરૂર નથી.
ધર્માદા દવાખાનાં અને ઇસ્પિતાલો–છેક ચરક–સુકૃતના વખતથી દર્દીઓને દવા આપતાં અર્થને વિચાર ન કરે એ સદૈદ્યને આદર્શ હતો. એટલે પ્રત્યેક વૈદ્ય પોતાની શક્તિ પ્રમાણે ધર્માદા દવાખાનું ચલાવતે એમ કહી શકાય. પણ જમાને બદલાય છે અને વૈદ્યોની દષ્ટિ અર્થ તરફ વધારે વળી છે, તે બીજી તરફથી શ્રીમન્ત, સ્થાનિક સંસ્થાઓ, ધર્માદા ટ્રસ્ટ અને રાજ્ય એ સર્વને આયુર્વેદિક ધર્માર્થ દવાખાનાંઓ સ્થાપવા તરફ વૈદ્યો વાળી શકયા છે ખરા. પરિણામે છેલ્લાં થોડાં વર્ષોમાં દેશભરમાં ઘણું ધર્માર્થ દવાખાનાઓ નીકળ્યાં છે અને
૧. જુઓ ઉપર પૃ. ૧૧૭.. ૧૭