________________
આધુનિક સમય
[ ૨૪૯
આયુર્વેદિક ગ્રન્થના પ્રકાશન સાથે ઓછું સંસ્કૃત જ્ઞાન ધરાવનાર માટે ગ્રન્થના દેશી ભાષામાં ભાષાન્તરે હોવાની જરૂર લાગી હતી અને બંગાળી, હિંદી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષામાં ભાષાન્તર થઈને છપાયાં અને ખયાં પણ ખરાં. સંસ્કૃત પુસ્તક કરતાં ભાષાન્તરવાળાં પુસ્તક વધારે ખપતાં હોવાથી પ્રકાશકે અને બુકસેલરોનું એ તરફ વધારે આકર્ષણ થયું. બંગાળી વિશે મને ખબર નથી, પરંતુ હિંદી, મરાઠી અને ગુજરાતીમાં થયેલાં ભાષાન્તરોમાં ઘણું અંતિ અશુદ્ધ છે. શુદ્ધ અને સારાં ભાષાન્તરો વિરલ છે, એમ કહી શકાય. છતાં છેલ્લાં વર્ષોમાં શુદ્ધિને આગ્રહ વધ્યો છે ખરે. વળી, ભાષાન્તરે–ખાસ કરીને હિંદી ભાષાન્તરેની મોટી સંખ્યા હોવા છતાં બધા શિષ્ટ પ્રત્યેના પાઠયપુસ્તક તરીકે વાપરી શકાય એવા અનુવાદે હિંદીમાં પણ થયા નથી એ સખેદ સ્વીકારવું પડે છે અને ગુજરાતી ભાષામાં તો હિંદી અને મરાઠી કરતાં અનુવાદ થયા જ છે એ છો. પ્રાચીન ગ્રન્થની અર્વાચીન સંસ્કૃત ટીકાઓ
ઉપર કહ્યું તેમ દેશી ભાષામાં ભાષાન્તરે થવા માંડ્યા, છતાં એને ઉપયોગ અપડ્યો માટે છે એવી ભાવના વિદ્વાન વૈદ્યોમાં રહી છે અને અર્વાચીન કાળમાં સંસ્કૃતમાં સારી ટીકાઓ લખાઈ છે. આ જમાનામાં સંસ્કૃતમાં ટીકાઓ લખવાનું માન મુખ્યત્વે બંગાળાને ફાળે જાય છે. બંગાળામાં વિદ્યાતિ હોવાથી કે ગમે તે કારણથી ત્યાંના વૈદ્યોમાં સંસ્કૃતનો અભ્યાસ વધારે જળવાઈ રહ્યો હતો અને એ કારણથી પુનરુત્થાન પણ ત્યાં જ શરૂ થયું.
ચરકની જલ્પક૫ત. ટીકા-મુર્શિદાબાદના કવિરાજ ગંગાધરજી ઈ. સ. ૧૭૯૮ માં જન્મ્યા હતા, અને જૂની રીતે
૧. કવિરાજ ગંગાધરના જીવનચરિત્ર માટે જુઓ આયુર્વેદ મહામંડળને રજત જયંતી ગ્રન્થ, દ્વિતીય ભાગ, પૃ. ૧૨૨.