________________
આધુનિક સમય
[ ૨૪૭ વિદ્યા પણ ઘણુ ક્ષીણ થઈ ગઈ. સામાન્ય રીતે આ દેશની બુદ્ધિશક્તિ છેક નીચલે પગથિયે અઢારમા શતકમાં પહોંચી ગઈ હતી એમ મને આ દેશને ઇતિહાસ જોતાં લાગે છે. યુરોપમાં જે સૈકાઓમાં આધુનિક વિજ્ઞાનને ભારે વિકાસ થયો હતો તે સકાઓમાં જ આપણે ત્યાં ગાઢ અંધકાર જામ્યો હતે.
બ્રિટિશ સાથેના સંસર્ગ પછી આપણા લોકોના ચિત્તને જે પહેલે ધક્કો લાગે તે ધક્કાથી જેની પહેલી આંખ ઊઘડી તે ગાળાના રાન રામમોહન રાયથી ગુજરાતના કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ અને કવિ નર્મદ સુધીના સર્વને આ દેશ વહેમ અને અજ્ઞાનના અંધારા ખાડામાં પડેલો લાગ્યો હતો.
આયુર્વેદની બાબતમાં પણ આધુનિક યુગના આરંભ પહેલાંના સૈકામાં સ્થિતિ છેક નીચલે પગથિયે પહોંચી ગઈ હતી. જૂના ગ્રન્થમાં શારીર, શસ્ત્રકર્મ જેવા ભાગે તે ઘણા વખતથી સમજાતા મટી ગયા હતા, પણ મોટા ભાગના વૈદ્યોમાં, ખાસ કરીને ગુજરાતમાં, તે ચરક-સુશ્રુતનું અધ્યયન-અધ્યાપન પણ વિરલ થઈ ગયું હતું. દવા તરીકે વપરાતી વનસ્પતિઓને ઓળખનારા વૈદ્યોને શોધવા મુશ્કેલ હતા. ગાંધીઓને ત્યાંથી જે મૂળિયાં, લાકડાં વગેરે મળે તેના ઉપર વિશ્વાસ રાખવામાં આવતો. મહાર, ધાતુઓ, ઉપર વગેરેમાં પણ ઘણું સંદિગ્ધતા પેસી ગઈ હતી. રસવિદ્યાની ક્રિયાઓ
ડી જ વ્યવહારમાં જળવાઈ રહી હતી. નાના નાના પેગસંગ્રહમાંથી વેગે ચૂંટીને ઘણાખરા અને કેટલાક તે પિતાના કુટુંબમાં વડવાઓએ લખી રાખેલ યાદી ઉપરથી વૈદ્યક કરતા. લઘુત્રયીનું ઠીક અધ્યયન કર્યું હોય એ સારું ભણેલ વૈદ્ય ગણાય. એ સ્થિતિ પચાસ-સાઠ વર્ષ ઉપરના વૈદ્યોએ ગુજરાતમાં જાતે જોયેલી. સંસ્કૃત ન જાણનાર વૈદ્યક ન કરી શકે એવું તે હતું જ નહિ; ડોશીઓ પણ દવા બતાવી શકતી અને દેશી ભાષાના સાહિત્યના વિકાસ