________________
ર૪૮].
આયુર્વેદનો ઈતિહાસ સાથે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં દેશી ભાષામાં વૈદ્યક ગ્રન્થો લખાયા છે. ગુજરાતમાં ખાસ કરીને જૈનેના હાથે આ દેશી ભાષાના પ્રત્યે વાંચીને પણ વૈદ્યને ધંધે કરનારા ઘણુ હતા. ટૂંકામાં વૈદકના સિદ્ધાંત લગભગ ભુલાઈને યોગ અને નુસખા ઉપર વઘક આવી ગયું હતું. હજી એ અંધકારયુગની અસર છે; પણ જેને બ્રિટિશ અમલનો પહેલે ધક્કો લાગ્યો તે બંગાળામાં પહેલાં અને પછી ધીમેધીમે બધે સે વર્ષથી આધુનિક યુગને સૂર્યોદય થયો છે.
આ સૂર્યોદય સાથે આયુર્વેદનું અધ્યાપન, પાશ્ચાત્ય વૈધકને સંસર્ગ, ગ્રન્થપ્રકાશન વગેરે જે પ્રવૃત્તિઓ ચાલુ થઈ તેમાંથી કેટલીકનું, નમૂના તરીકે, અવલોકન કરવાથી આધુનિક સમયની આયુર્વેદિક સ્થિતિને સામાન્ય ખ્યાલ આવી જશે.
ગ્રન્થપ્રકાશન–ઈ. સ. ૧૮૩૬ માં, ઉપર કહ્યું છે તેમ, સુશ્રુતસંહિતા પહેલી વાર કલકત્તામાં છપાઈ. પછી તે ચરકસંહિતા આદિ આયુર્વેદના ગ્રંથે કલકત્તામાં, પૂનામાં, મુંબઈમાં, લાહેરમાં એમ ઝપાટાબંધ મૂળ તથા સટીક પણ છપાવા માંડ્યા. કેટલાક ગ્રન્થની તે અત્યારે અનેક આવૃત્તિઓ મળે છે. પહેલાં કલકત્તામાં બંગાળી લિપિમાં કેટલાક ગ્રન્થ છપાયેલા, પણ પાછળથી તે દેવનાગરીમાં છપાવા માંડયા છે. વળી શરૂઆતમાં ગ્રન્થા છાપી નાખવા એટલું જ પ્રકાશનું લક્ષ્ય હતું, પણ પછી અનેક હાથપ્રતે મેળવી સાચે પાઠ શુદ્ધ રૂપમાં છાપવાને આદર્શ લક્ષમાં રાખીને ઘણું ગ્રન્થો છપાયા છે. નિર્ણયસાગર પ્રેસમાંથી તથા આ. મા. જાદવજી, ત્રિકમજી આચાર્યને હાથે સંપાદિત થયેલા ગ્રન્થો એ આયુર્વેદિક સાહિત્યના ઉત્તમ પ્રકાશનના નમૂના છે એમ ખુશીથી કહી શકાય.
૧. ઉપર આપેલી યાદીમાં ગરનાકર નામના એક ગુજરાતી ગ્રન્થની ખાસ નોંધ લીધી છે,