________________
૨૪૬]
આયુર્વેદને ઈતિહાસ પ્રાચીન ગ્રન્થ સમજવાને તથા એમાંથી મળતા જ્ઞાન વડે વૈદ્યક વ્યવહાર કરવાનો માર્ગ ચાલુ રહ્યો. જૂના ગ્રન્થમાંથી વીણેલા થોડા સઘ ફલપ્રદ ગણુતા પેગ વડે વૈદ્યક કરી ખાનાર ઓછું ભણેલા વૈદ્યો જોકે મધ્યકાળમાં વધારે હતા, પણ જૂના ગ્રન્થમાં તલસ્પર્શી અવગાહન માટે પ્રયત્ન કરનારા વિદ્વાન વૈદ્યો પણ કઈ કઈ થઈ ગયા છે. વળી, શસ્ત્રચિકિત્સા જેવાં કેટલાંક કર્મો વૈદ્યોમાંથી નીકળી ગયાં, પણ રસવિદ્યાના વિકાસ સાથે તથા મુસ્લિમના આવવા સાથે કેટલાંક નવાં ઔષધને વૈદ્યોને લાભ મળે. અહીં કહેવું જોઈએ કે પ્રસૂતિકર્મ, અગ્નિકર્મ, શસ્ત્રકર્મ, જળ મૂકવી વગેરે વૈદ્યોમાંથી નીકળી ગયાં, પણ એ કર્મો પોતે લકમાં રહ્યાં હતાં. જેમ સુવાવડ કરાવનારી દઈએ કે સુયાણીઓને વર્ગ થયે, તેમ પાટપીંડી કરનારને પણ એક વર્ગ નીકળે. મધ્યકાળની લડાઈમાં આ વર્ગને ઉપગ જરૂર થતો. પણ તે તે કર્મ સાથે વિજ્ઞાનને વેગ જે પ્રાચીનકાળમાં હતું તે નીકળી ગયે; એટલું જ નહિ, પણ ઘણીવાર અવનતિ પણ થઈ
ભારતમાં સામાન્ય સાંસ્કૃતિક ઇતિહાસ ઉપર દષ્ટિ નાખતાં ગુપ્તયુગને મધ્યમાં રાખીને ઈ. સ. બીજા-ત્રીજા શતકથી સાતમા આઠમા શતક સુધી આ દેશ સંસ્કૃતિના શિખર ઉપર હતું એમ કહી શકાય. આયુર્વેદની બાબતમાં આ યુગના આરંભમાં સંહિતાઓ રચાઈ ત્યારે શિખર આવી ગયેલું. ઈ. સ. સાતમા-આઠમા શતક પછી આ દેશમાં વિદ્યા–કલાની અવનતિ શરૂ થઈ છે. અલબત્ત, બધી વિદ્યા–કલાઓ એકસાથે અવનતિને પંથે પડે એ સંભવિત નથી, પણ ધીમે ધીમે પ્રત્યેકમાં અવનતિનાં ચિહ્ન જોઈ શકાય છે. આયુર્વેદની બાબતમાં સંહિતાકાળ પછી, ઉપર કહ્યું છે તેમ, વિજ્ઞાનિક બુદ્ધિની અવનતિ શરૂ થઈ ખરી, છતાં કેટલાક કાળ સુધી વિદ્યા - રહી હતી. પરંતુ છેલ્લા સત્તરમા-અઢારમા સૈકાઓમાં તે