________________
આધુનિક સમય
આધુનિક સમયનેા આરંભ કયા વર્ષથી ગણવા એ મેટા પ્રશ્ન છે. રાજકીય ઇતિહાસમાં બ્રિટિશાની રાજ્યસત્તા જે સાલમાં આ દેશમાં સ્થિર થઈ તે ઈ. સ ૧૭૫૭ થી બ્રિટિશ અથવા આધુનિક સમયને આરભ ગણવામાં આવે તે ઘણાં કારણથી ભલે યોગ્ય હા, પણ સાંસ્કૃતિક ઇતિહાસમાં એ તારીખ કશા મહત્ત્વની નથી. મારા મતે તે। આયુર્વેદના ઇતિહાસમાં આધુનિક સમયને આરંભ ઈ. સ. ૧૮૩૫-૩૬ થી ગણવા જોઈ એ, કારણુ નવી સ્થપાયેલી મેડિકલ કૉલેજ આક્ મેગાલમાં ઈ. સ. ૧૮૩૫ માં એક બંગાળી બ્રાહ્મણ ૫. મધુસૂદન ગુપ્તે મડદું ચીરીને શારીર શીખવવાના આરંભ કર્યો અને એ જ મધુસૂદન ગુપ્ત કલકત્તામાં તરતમાં સ્થપાયેલ સ ંસ્કૃત કૉલેજના અધ્યાપક થયા અને તેણે જ ઈ. સ. ૧૮૩૬માં સુશ્રુતને પહેલી વાર છાપ્યો. આ એ બનાવ—— આયુર્વેદના અધ્યાપન સાથે આધુનિક વિજ્ઞાનના સંસર્ગ' અને આયુર્વેદિક ગ્રન્થનું પ્રથમ મુદ્રણુ એનાથી આયુર્વેદના ઇતિહાસના આધુનિક સમયને હું આરંભ ગણું છું.
આયુર્વેદના આ ઇતિહાસ વાંચનારને ચરક-સુશ્રુતની સંહિતાના કાળમાં આયુર્વેદીય વિજ્ઞાનની પરમ ઉન્નતિ થઈ હતી એ કહેવાની જરૂરી નથી. સ ંહિતા પછીના કાળમાં મનુષ્યશરીરને થતા રોગા અને તેની ચિકિત્સા સંબધમાં નવું કહેવાય એવું ભાગ્યે જ શોધાયું છે એ પણ જોયું. શારીર આદિ ઉપાંગા તા પાછળથી ખેડાતાં અધ થઈ ગયાં અને ધીમે ધીમે એનું જ્ઞાન ક્ષીણ થઈ ગયું; છતાં
૧. મધુસૂદન ગુપ્તની આ હિંમત માટે ધન્યવાદ આપવા અર્થે કલકત્તામાં ફોટ વિલિયમ ઉપરથી એ દિવસે તાપ ફોડવામાં આવી હતી. જીએ ભાનુમતી વ્યાખ્યાસહિત સુશ્રુત સૂત્રસ્થાન( ૧૯૩૯ નિ. પ્રે, )ને ઉપેાદ્ધાત, પૃ. ૧૩,