________________
દક્ષિણ ભારતનું વૈદ્યક
[ ૧૧ બીજું, નાડી પરીક્ષાની વાત વૃદ્ધત્રયીમાં નથી એ પ્રસિદ્ધ છે. પાછળના ગ્રન્થમાં એ વિદ્યા ક્યાંથી આવી ? દ્રાવિડભાષામાં લખાયેલા ઠીક જૂના ગણાય એવા ગ્રન્થમાં નાડીજ્ઞાન અને મૂત્રપરીક્ષાની વાત છે, એ જોતાં નાડીઝાન દક્ષિણમાંથી ઉત્તરમાં આવ્યું હોય એ સંભવિત છે. અલબત્ત, ચેકસ નિર્ણય એ દ્રાવિડ ગ્રન્થને અતિહાસિક દષ્ટિએ અભ્યાસ થયા પછી થઈ શકે.
આ સિદ્ધસંપ્રદાયના વૈદ્યક સાહિત્યના કાલનિર્ણય માટે ઐતિહાસિક દૃષ્ટિએ સ્વ. પં. ડી. ગોપાલાચાલું કહે છે તેમ વિશેષ વિચાર થયો નથી, અને ગ્રન્થોનાં નામ માત્ર ઉતારવાનો કશે અર્થ નથી, એટલે એ સ્વ. દ્રાવિડ વિદ્વાનને અનુસરી જે ગ્રન્થ વિશે ટૂંકી પણ નોંધ મળે છે તેની જ યાદી નીચે ઉતારી છે.
દ્રાવિડ પ્રદેશમાંથી ત્યાંના વૈદ્યક છેક સિંહલદ્વીપ સુધી પ્રવાસ કર્યો છે. આનન્દકન્દ નાથના ગ્રન્થને કર્તા મળ્યાનભૈરવ સિંહલદ્વીપની રાજસભાને વૈદ્ય હતો એમ કહે છે. જે અનેકનાં તન્નો જોઈને ૨. ૨. સ. ની રચના પોતે કરી હોવાનું તેને કર્તા કહે છે તેમને જ જે આ મન્થાનભૈરવ હોય તે તાંત્રિક રસવૈદ્ય દક્ષિણમાં છેક સિંહલદ્વીપ સુધી ફેલાયા હતા એમ જણાય છે. બીજી તરફથી દ્રાવિડ રસવિદ્યાનાં અને ઉત્તરની રસવિદ્યાનાં મૂળરૂપ તંત્ર લગભગ એક જ હતાં એમ દેખાય છે.
સિંહલદીપના વૈદ્યક સાહિત્યમાં ૭-૮ ગ્રન્થનાં નામે પં. ડી. ગોપાલાચાલુંએ ગણવ્યાં છે, જેમાંને ભેષજમંજૂષા પાલી ભાષામાં લખેલે ગ્રન્થ છે અને તેમાં મોટે ભાગે વનસ્પતિ તથા થોડા રસગે છે. સારસંક્ષેપ સિંહલ ભાષામાં છે, જ્યારે સારાર્થસંગ્રહ, ભેષજક૫, ગશતક વગેરે ગ્રન્થ સંસ્કૃત ભાષામાં છે. ગશતક ઉપર સંસ્કૃત ટીકા પણ છે. એમાં યોગને સંગ્રહ છે અને
૧. શ્રી ભૈરોક્ત આનન્દકન્દ નામનો ગ્રન્થ સં. ૧૯૯૭માં નિ. ભા. વૈદ્ય સંમેલન તરફથી છપાય છે,