________________
સંગ્રહગ્રન્થ
[ રર વ્યાખ્યા સાથે છપાઈ ગયું છે. એક નાડી પરીક્ષા નામને રાવણકૃત ગ્રન્થ મુંબઈમાં આયુર્વેદ ગ્રન્થમાળામાં છપાયો છે. ઉપરાંત નાડી પરીક્ષા નામના તથા એને મળતાં નામના નાનામોટા લગભગ ૪૬ ગ્રન્થનાં . નામ મળે છે અને તેમાંથી ઘણાની હાથપ્રત મળે છે. જૂના ગ્રન્થ ઉપરથી આધુનિક સમયમાં (૧) નાડીવિજ્ઞાન, (૨) નાડી જ્ઞાનતંત્ર, (૩) નાડીદર્પણ, (૪) નાડી જ્ઞાનતરંગિણી, (૫) નાડી જ્ઞાનશિક્ષા, અને (૬) નાડીઝાનદીપિકા લખાયા છે. આમાંથી રઘુનાથપ્રસાદ વિરચિત નાડી જ્ઞાનતરંગિણી ગુજરાતી ભાષાન્તર સાથે ઈ. સ. ૧૯૦૮ માં મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટએ છપાવેલ છે. નાડીદર્પણ હિંદી ભાષાન્તર સાથે મુંબઈમાં છપાયેલ છે અને બાકીના ચાર કલકત્તામાં છપાયેલ છે.
ટૂંકામાં નાડજ્ઞાનનો આ દેશના વૈદ્યોમાં સાત વર્ષથી લગભગ પ્રચાર છે. વૈદ્ય તો નાડી જોઈને રોગ પારખી શકે એવી માન્યતા લેકમાં બંધાઈ ગઈ છે–કદાચ વૈદ્યોએ જ બંધાવા દીધી છે; એટલું જ નહિ, પણ બિલાડીને પગે દોરો બાંધ્યું હોય તે એ દોરા પકડીને પણ બિલાડીએ શું ખાધું છે એ કહી આપે એવા ચમત્કારની દંતકથાઓ પણ કોઈ કોઈ જૂના વૈદ્યો વિશે પ્રચલિત છે. આવી અતિશયોક્તિને બાદ કરતાં અભ્યાસથી કેટલાક જૂના વૈદ્યો નાડીપરીક્ષાથી સારું અનુમાન કરી શકતા. અને એ શક્તિ મેળવી શકાય છે એટલું કબૂલ કરવું જોઈએ.
૧. ઉપર કહેલા પ્રકાશિત તથા હસ્તલિખિત ગ્રન્થો ઉપરથી આ વિષયના આયુર્વેદિક સાહિત્ય ઉપર તથા નાડીવિદ્યા ઉપર એક સવિસ્તર લેખ છે. એકેન્દ્રનાથ શેષ એમ. એલ. સી., એમ. ડી, તેઓએ જર્નલ ઓફ આયુર્વેદ, ૧૯૨૪ના આકબરમાં તથા ૧૯૨૬ના કેટલાક અંકોમાં લખે છે. તે જિજ્ઞાસુએ જોવા જેવો છે. ઉપરની નોંધ એ લેખ ઉપરથી કરી છે. નાડીવિજ્ઞાનના હસ્તલિખિત ગ્રન્થની સંપૂર્ણ યાદી ૧૯૨૪ ના એકબરના અંકમાં છે.