________________
ચહથળે
[ ૨૩૫ પ્રતિનિધિનિર્ણય પણ છે. નિઘંટુની પદ્ધતિ તે રાજનિઘંટુ આદિના જેવી જ છે. રાંધેલા ખોરાકનું વર્ણન પણ આ નિઘંટુમાં છે જ. પૂર્વ ખંડના જ દ્વિતીય ભાગમાં માનપરિભાષા, ધાતુ વગેરેના શાધનમારણને વિધિ અને પંચકર્મવિધિ એટલું છે. પછી મયખંડમાં જવરાદિ રોગોની ચિકિત્સા કહી છે. અલબત્ત, આ ચિકિત્સાવર્ણનમાં સોઢલ પેઠે શલ્ય–શાલાક્ષાદિ અંગેના જુદા વિભાગો નથી પાડ્યા. અને છેલ્લા ઉત્તરાખંડમાં માત્ર વાજીકરણ અધિકાર છે. એટલે એ રીતે પણ પ્રાચીન પ્રણાલીનું અનુસરણ ભાવમિએ નથી કર્યું. અલબત્ત, એના સમયના વૈદ્યકનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ છે. વળી ત્રણ વર્ષથી મુસલમાન અને તેઓમાં પ્રચલિત યુનાની વૈદ્યક આયુર્વેદિક વૈદ્યો સમક્ષ હોવા છતાં એની વિશેષ અસર થઈ નથી એ ખાસ જોવા જેવું છે.
ભાવમિશ્રના જ રચેલા એક ગુણરત્નમાળા નામના ગ્રન્થની હાથપ્રત ઇડિયા ઓફિસ પુસ્તકાલયમાં હેવાનું જેલી કહે છે.
૧૬માં શતકને જ બીજો ગ્રન્થ ટોડરાનંદ છે, જે અકબરના હિન્દુ સચિવ ટોડરમલ્લને રચેલો છે.
આ જ શતકમાં કે કદાચ ૧૭મામાં જૈન હર્ષકીર્તિસૂરિને યોગચિન્તામણિ નામનો ગ્રન્થ રચાય છે. એની ઈ. સ. ૧૬૬૬ ની હાથપ્રત મળે છે. ૩ બીજી તરફથી એમાં ફિરંગનું વર્ણન છે એ જોતાં ભાવપ્રકાશ પછી રચાયે હેવાને સંભવ છે.
૧મા શતકમાં જ રચાયેલે ટૂંકે પણ એની કાવ્યચમત્કૃતિથી લોકપ્રિય થઈ ગયેલો ગ્રન્થ લોલિંબરાજનો વિદ્યજીવન છે. આ નાના ગ્રન્થ ઉપર એક કરતાં વધારે ટીકાઓ થઈ છે તથા એનાં અનેક
૧. જોલી, મેડિસિન, પૃ. ૩. ૨. આ ગ્રન્ય છપાઈ ગયો છે, ઈ. સ. ૧૮૬૯માં મુંબઈમાં. ૩. જેલી, મેડિસિન, પૃ. ૩.