________________
૨૩૬ ]
આયુર્વેદના ઇતિહાસ
ભાષામાં ભાષાન્તરા થયાં છે. આ વૈદ્યજીવન ગ્રન્થ ઈ. સ. ૧૬૩૩માં ચાય છે એમ મરાઠી ભાષાન્તરકારે લખેલા ચરિત્ર ઉપરથી ગોંડલ ઠાકારસાહેબે લખ્યું છે; પણ જોલી કહે છે કે ઈ. સ. ૧૬૦૮ની હાચપ્રત મળી છે.૨ આ લેાલિબરાજનાં પિતાનું નામ દિવાકર ભટ્ટ એણે પોતે જ લખ્યું છે; પણ એ જીન્નરના રહેવાસી હતા અને લેલિ`બરાજે વૈદ્યાવતસ નામના એક બીજો ગ્રન્થ લખ્યા છે એમ મરાઠી ભાષાન્તરકારે તેના જીવનચરિત્રમાં લખ્યુ છે.
આ વૈદ્યવન ઉપરાંત ૧૭મી સદીમાં અનેક ગ્રન્થા લખાયા છે. દા. ત. જગન્નાથના યેાગસંગ્રહ ૧૬૧૬માં, સુખખાધ ૧૬૪૫-૪૬ માં, કવિચન્દ્રને ચિકિત્સારત્નાલિ ઈ. સ. ૧૬૬૧માં, રઘુનાથ પંડિતના વૈદ્યવિલાસ ઈ. સ. ૧૬૯૭માં, વિદ્યાપતિના વૈદ્યરહસ્ય ૧૬૯૮માં રચાયેલ છે૪ એમ જોલીએ (પૃ. ૨) તેાંધ્યું છે.
વૈદ્ય ચિન્તામણિના પ્રયાગામૃત અને નારાયણના વૈદ્યામૃત અઢારમી સદીમાં લખાયા છે એમ જોલી (પૃ. ૨) ધારે છે. વળી, આ જ સદીમાં ઉપાધ્યાય માધવના આયુર્વેદપ્રકાશ લખાયા છે.પ ભાવપ્રકાશને માધવે ઉલ્લેખ કર્યાં છે અને ઈ. સ. ૧૭૧૩ (વિ. સ. ૧૭૮૬ )ની હાથપ્રત ઇંડિયા આસિ પુસ્તકાલયમાં છે.૬ આયુર્વેદપ્રકાશમાં રસશાસ્ત્રના બધા વિષયે બહુ સારી રીતે વર્ણવેલા છે. આ માધવના
૧. હિંદી ભાષાન્તર સાથે શેઠ વ્રજવલ્લશ હરિપ્રસાદે છપાવેલ છે અને ગુજરાતી ભાષાંતર સાથે નિયસાગર પ્રેસમાં છપાયેલ છે,
૨. જોલી, મેડિસિન, પૃ. ૨.
૩. જીએ ગુજરાતી પ્રેસમાં છપાયેલ વૈદ્યયનમાં લેાલિબરાજના વૃત્તાન્ત, આ વૈદ્યાવતસ હિંદી ભાષાન્તર સાથે છપાઈ ગયા છે,
૪, વૈઘરહસ્ય છપાઈ ગયા છે,
૫. આયુર્વેદ ગ્રન્થમાળામાં આ ગ્રન્થ ઈ. સ. ૧૯૧૩ માં છપાયા છે, ૬. એલી, મેડિસિન, પૃ. ૨.