________________
૨૩૮ ]
આયુર્વેદને ઈતિહાસ સાહેબના ઈતિહાસમાં આપેલી યાદી, જેનું મૂળ કદાચ ઓફેટ જ હશે, તથા વનૌષધિદપર્ણમાં આપેલી યદી ઉપરથી તૈયાર કરી છે. આ યાદીમાંના કેટલાક ગ્રન્થ ૧૮ મી સદી પછી એટલે આધુનિક સમયમાં રચાયા છે, પણ એમનું સ્વરૂપ આધુનિક સમય પહેલાંના ગ્રન્થાને મળતું છે.
પ્રકીર્ણ ગ્રન્થાની યાદી અભ્રક૫-ગોંડલના ઇતિહાસમાં નામ છે.
અજીર્ણામૃતમંજરી-કાશીરાજકૃત નિઘંટુરત્નાકરની બીજી આવૃત્તિના પહેલા ભાગમાં છપાઈ ગયેલ છે.
અનુપાનતરંગિણી-ગુજરાતી ભાષાન્તર સાથે મહાદેવ રામચંદ્ર જાગુષ્ટએ છપાવ્યો છે.
અનુપાનદર્પણ– ભાષા ટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાયે છે.
આયુદસુષેણસંહિતા–ભાષા ટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાયે છે
અપ્રકાશ-રાવણકૃત ભાષા ટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાઈ ગયા છે.
આરેગ્યચિન્તામણિ–પં. દામોદરકૃત.
કલ્યાણકારક – ઉગ્રાદિત્ય વિરચિત, ૧૯૪૦ માં સોલાપુરમાં છપાયો છે.
કામરત્ન- કર્તાનું નામ રોગસાગરના નિર્માતાએ નથી આપ્યું, પણ વેંકટેશ્વરમાં આ ગ્રન્થ છપાયે છે અને તેમાં ગેશ્વર નિત્યનાથપ્રણીત કહેલ છે.
કાલજ્ઞાન–ભાષાટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં અને ગુજરાતી ભાષાન્તર સાથે જાગુષ્ટએ છપાવેલ છે.
ફૂટમુદ્રગર–માધવપ્રણીત. નાનો ચિકિત્સાને ગ્રન્થ છે. વેંકટેશ્વર પ્રેસમાં ભાષા ટીકા સાથે છપાયે છે.