________________
૧૩૪ ]
આયુર્વેદને ઈતિહાસ ટુબીજનમાં ઈ. સ. ૧૫૫૮ ની હાથપ્રત છે, એટલે ભાવપ્રકાશ એથી મેડે તે નથી જ. કવિરાજ ગણનાથ સેન કહે છે તેમ શારીરવર્ણન સુશ્રતાદિ ગ્રન્થમાંથી “ગતાનુગતિક રીતે ” ભાવમિત્રે ઉતાર્યું છે અને “પ્રમાદસંકુલ” છે, પણ એને સમય જતાં એ ક્ષમ્ય છે અને બીજી રીતે એ ગ્રન્થની કીમતને એથી કશે બાધ આવતો નથી. વાભટ પછી આયુર્વેદનાં સર્વ અંગેનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો હોય એવો ગ્રન્થ તે એક ભાવપ્રકાશ જ છે, એમ વિરજાને ચરણ ગુખે કહ્યું છે, પણ સોઢલ પછી એમ ખરી રીતે કહેવું જોઈએ. વળી, જે ચરક–સુશ્રોક્ત શલ્ય–શાલાક્ષાદિ વાતને પ્રચાર વૈદ્યોમાં ઓછો થઈ ગયો હતો તેને ભાવપ્રકાશમાં ટૂંક સાર જ આપવામાં આવ્યો છે, જ્યારે જે અનેક નવા વેગે પ્રચારમાં આવ્યા હતા તેમાંથી પિતાને સારા લાગ્યા તે ભાવમિએ આપ્યા છે. વળી, અફીણ તો શાગધરાદિમાંય છે, પણ ચોપચીનીને ભાવમિથે જ પહેલો ઉપાય કર્યો છે. ફિરંગરોગનું વર્ણન તથા મરિકા રહેવા દઈને પણ લોકપ્રસિદ્ધ શીતલાનું વર્ણન કર્યું છે એ ગ્રન્યકારની જાગરૂકતા દર્શાવે છે.
ભાવમિત્રે પૂર્વ ખંડ, મધ્યખંડ અને ઉત્તરાખંડ એ રીતે ત્રણ ખંડમાં ગ્રન્ય ર છે, જોકે છેલ્લે ઉત્તરાખંડ તો તદ્દન નાને છે. વળી પૂર્વ ખંડ અને મધ્યખંડમાં પહેલે ભાગ, બીજો ભાગ એ રીતે ભાગ પાડયા છે. પ્રથમ ખંડમાં અશ્વિનીકુમારની અને આયુર્વેદાચાર્યોની ઉત્પત્તિથી આરંભી સૃષ્ટિક્રમ, ગર્ભપ્રકરણ, દોષ અને ધાતુનું વર્ણન, દિનચર્યા, ઋતુચર્યા વગેરે વિષયો પછી વિસ્તારથી નિઘંટુ આપે છે, જેમાં અમુક દ્રવ્ય ન મળે તે એને બદલે કયું લેવું તે એટલે
૧, જેલી, મેડિસિન, પૃ. ૩. ૨. પ્રત્યક્ષશારીર, ઉ, પૃ. ૬૩. ૩. જુઓ “વનૌષધિદર્પણ”ની ઉપક્રમણિકા, પૃ. ૩૬,