________________
સંગ્રહગ્રન્થા
[ ૨૩૩
વૈદ્ય કલ્યાણ મૂળ ગુજરાતના પ્રશ્નોરા બ્રાહ્મણ હતા. ત્રીજે રાવણકૃત કુમારતન્ત્ર છે, જેના ચક્કસ સમયની ખબર નથી.
સીવિલાસ-સેળમા શતકના અન્તમાં કે સત્તરમા શતકમાં ગુજરાતના જ શ્રીગોડ જ્ઞાતિના વૈદ્ય દેવેશ્વરે સ્ત્રીવિલાસ નામને સ્ત્રીરોગચિકિત્સાને લગતો ગ્રન્થ લખે છે.
વિષચિકિત્સાને કાશ્યપ સંહિતા નામને એક ગ્રન્થ મૈસુરમાં ૧૯૩૩માં છપાય છે. એ પૃ. ૯૬ માં નેધલે જ ગ્રન્થ છે કે પાછળનો એ કહેવું મુશ્કેલ છે.
ભાવપ્રકાશ–શાગધર પછી મેટે, વૈદ્યોમાં ખૂબ પ્રીતિપાત્ર અને સર્વાગસંગ્રહ તરીકે છેલ્લે ગ્રન્થ ગણાય એ ભાવપ્રકાશ ગ્રન્થ રચાય છે. લઘુત્રયીમાં એનું સ્થાન જોતાં વૈદ્યકના પઠન પાઠનમાં છેલ્લા સૈકાઓમાં એને સામાન્ય પ્રચાર હશે એ સમજી શકાય છે. આ ભાવપ્રકાશના કત ભાવમિશ્ર પોતાને શ્રીમિથલટકતનય કહે છે. એથી વધારે પિતાને કશે પરિચય એમણે આપે નથી. પણ આયુર્વેદવિજ્ઞાન, અ. ૧ ના કથનને અનુસરી જેલી એને બનારસના ગણે છે, જ્યારે ગણનાથ સેન એને કાન્યકુજના કહે છે. વળી, ભાવપ્રકાશમાં ફિરંગરેગનું વર્ણન અને ફિરંગી સ્ત્રીઓ સાથેના પ્રસંગથી એ રોગ થાય છે એમ લખ્યું છે, એ જોતાં ફિરંગીઓ–પોર્ટુગીઝ– આ દેશમાં આવીને વસ્યા તે પહેલાં અર્થાત ૧૬મા શતકના આરંભ પહેલાં રચાયો હોવાનો સંભવ નથી એમ કહે છે તે યથાર્થ છે."
૧. જુઓ “ગુજરાતનું વૈદ્યક સાહિત્ય' નામને મારા સૂરતની સાહિત્ય પરિષદમાં આપેલ નિબંધ, વૈકલ્પતરુ, પુ. ૨૧,
૨. ભાષાટીકા સાથે ખેમરાજ કૃષ્ણદાસે આ ગ્રન્થ છપાવ્યો છે, ૩. જુઓ ટિપણી ૧ વાળે નિબંધ. ૪. જેલી, મેડિસિન, પૃ. ૨. ૫, પ્રત્યક્ષશારીર, આ. ૩, ૬, પૃ. ૫૭.