________________
૨૩૨ ]
આયુર્વેદને ઈતિહાસ અન્ય તમર વંશના વીરસિંહને ઈ. સ. ૧૩૮૭માં લખાયેલું મળે છે અને બીજા સારગ્રાહકકર્મવિપાક નામના પ્રત્યેની હાથપ્રત મળે છે, જે જેલી પ્રમાણે ઈ. સ. ૧૭૮૪ માં લખાયેલ છે.
ત્રિશતી-આ જ શતકમાં કે કદાચ તે પછીના ૧૫માં શતકમાં ત્રિશતી નામને ત્રિદોષવરનાં નિદાન-ચિકિત્સાને એક ગ્રન્થ ગુજરાતના વૈદ્ય દેવરાજના પુત્ર શાધરનો રચેલો મળે છે. ભાવમિથે જ્વરપ્રકરણમાં આ ગ્રન્થમાંથી ઉતારે કર્યો છે.
મોહનવિલાસ–શાગધરના વખત પહેલાં જ મુસલમાની અસર વૈદ્યક ઉપર થઈ હતી અને અફીણને ઉપયોગ એ મુસ્લિમ અસરને એક સચોટ દાખલો છે. પણ પછી મહમૂદશાહના વખતમાં ઈ. સ. ૧૪૧૧માં કાલ્પીમાં મમહનવિલાસ નામને મુસ્લિમ નામવાળો વાજીકરણ તથા સ્ત્રીબાલકની ચિકિત્સાને લગતું એક ગ્રન્થ લખાય છે.૪
બાલચિકિત્સાના ગ્રન્થ-કૌમારભૂત્ય વિશે છવકાદિ આચાર્યોના ગ્રન્થ સંહિતાકાળમાં હતા એ પહેલાં કહ્યું જ છે, પણ પાછલા કાળમાંયે બાળકોની ચિકિત્સાને ઉદ્દેશીને ગ્રન્થ લખાયા છે. શિશુરક્ષારત્ન નામનો એક ગ્રન્થ પૃથ્વીમલને લખેલો મળ્યો છે. તેમાં મદનપાલનિઘંટને ઉલ્લેખ છે અને એ ઉપરથી જોલી ઈ. સ. ૧૪૦૦ પછીને એને માને છે."
બીજો આ જાતને ગ્રન્થ વૈદ્ય કલ્યાણને બાલતન્ત્ર નામને ઈ. સ. ૧૫૮૮ (વિ. સં. ૧૬૪૪)માં કાશીમાં રચાય છે. આ
૧. જોલી, મેડિસિન, પૃ. ૫. ૨. એજન, ૩. શાગધર ત્રિથતી નિર્ણયસાગર પ્રેસમાં છપાયેલ છે. ૪. જેલી, મેડિસિન, પૃ. ૫.
૫. જેલી, મેડિસિન, પૃ ૫. આ ગ્રન્થની હાથખત ઇંડિયા ઐફિસ પુસ્તકાલયમાં છે,
૬. બાલત– મુંબઈમાં હિન્દી ભાષાન્તર સાથે વિ. સં. ૧૯૭૦માં છપાયું છે. પ્રકાશક હરિપ્રસાદ ભગીરથજી.