________________
સંગ્રહસ્થા
( [ ૧૩૫ જવરસમુચ્ચય નામના એક પ્રાચીન આયુર્વેદીય ગ્રન્થાના વચનેના સંમદરૂપ ગ્રન્થની તાડપત્ર ઉપર લખાયેલી આઠસોથી વધારે વર્ષ જૂની હાથપ્રત નેપાળના શ્રી સજગુરુ હેમરાજ શર્માના સંગ્રહમાં છે. એ જોતાં વૈધકનાં એક એક અંગ સંબંધી ગ્રન્થો જૂના કાળથી લખાવા માંડ્યા છે એમ નક્કી થાય છે.
કાયસ્થ ચામુંડને જ્વરતિમિરભાસ્કર ઉપર નોંધેલા જવરસમુચ્ચયની જ યાદ આપે છે. અલબત્ત, ચામુંડને ગ્રન્થ પાછળનો હોવાથી એમાં સન્નિપાતનું વર્ણન છે તે જૂના ગ્રન્થમાં હોવાને સંભવ નથી. જ્વરતિમિરભાસ્કરની બિકાનેરમાં ઈ. સ. ૧૪૮૯ ની હાથપ્રત છે. રસસંકેતકલિકા પણ આ જ ચામુંડની લખેલી હેવી જોઈએ, કારણ કે એની એક હાથપ્રતમાં સં. ૧૫૩૧ (ઈ. સ. ૧૪૭૫)ની સાલ મળે છે.
- કર્મવિપાક—આયુર્વેદ પુનર્જન્મને તથા પૂર્વ કર્મને જરૂર માને છે, પણ જન્માંતસ્કૃત પાપને લીધે રોગ થાય છે એ વાત જૂના ગ્રન્થમાં નથી. પાછળથી એ ઉપર ભાર દેવાઈને તિઃશાસ્ત્ર અને વવકના વિચારોના મિશ્રણવાળા કર્મવિપાકના પ્રત્યે લખાયા છે.
વીરસિંહાવલોકપ નામને આ જાતનો તિકશાસ્ત્રના અભિપ્રાયથી જુદાજુદા રિગોનાં કારણે તથા ઉપાયો વર્ણવતે એક
૧. જુઓ કાશ્યપ સંહિતા, પરિશિષ્ટ, પૃ. ૨૩૪. ૨. જેલીનું મેડિસિન, પૃ. ૪.
૩. આયુર્વેદ ગ્રન્થમાળામાં રસસંકેતકલિકા છપાયેલ છે, તેની ભૂમિકાની ટીપ જુઓ.
૪, ચરક, સૂ. અ. ૧૬.
૫. પીરસિંહાવલોક ક્ષેમરાજ શ્રીકૃષ્ણદાસે મુંબઈમાં વિ. સં. ૧૯૫૪માં છપાવ્યો છે.