________________
સંગ્રહગ્રન્થ
[ રર૯
કાંઈ નથી મળતું, પણ ભેદનું સૂચક ઘણું મળે છે. વળી, શાધરસંહિતાને હેમાદિએ ઉલ્લેખ કર્યો છે એ જોતાં પદ્ધતિકાર પહેલાં લગભગ દોઢસો વર્ષે ૧૩મા શતકના આરંભમાં વૈદ્ય શાર્ડગધર થયા હોવા જોઈએ. શાધરે અફીણ વાપર્યું છે એટલે ૧૨૦૦ પહેલાં ન હોઈ શકે.
શાગધરસંહિતામાં ત્રણ ખંડ છે. તેમાંથી પહેલા ખંડમાં પરિભાષા, દવા લેવાને વખત વગેરે, નાડી પરીક્ષા, દીપન-પાચનાધ્યાય, કલાદિકખાન, સૃષ્ટિક્રમ અને રોગગણુના એ રીતે સાત અધ્યા છે. બીજા મધ્યખંડમાં સ્વરસ, કવાથ, ફાંટ, હિમ, કલક, ચૂર્ણ, ગુગ્ગલ, અવલેહ, સ્નેહ, આસવ, ધાતુઓનાં શોધનમારણ, રસશોધનમારણ તથા રસગે એ રીતે બનાવટને અનુસરતા વિભાગો પાડી વૈદકમાં સામાન્ય રીતે પ્રચલિત બનાવટને સંગ્રહ કર્યો છે. ગુજરાતમાં શાળધરેક યુગને બહુ પ્રચાર થયો છે. મહારાષ્ટ્રમાં જેવી ગરત્નાકરની અને બંગાળામાં રસેન્દ્રસાર સંગ્રહ કે ભૈષજ્યરત્નાવલિની જોકપ્રિયતા છે તેવી ગુજરાતમાં શાગધરની છે. શાગધરના ત્રીજા ઉત્તર ખંડમાં સ્નેપાનવિધિ, દવિધિ, વમનવિધિ, વિરેચનાધ્યાય, બસ્તિ, નિરુદ્ધબસ્તિ, ઉત્તરબસ્તિ, નસ્ય, ગંડૂષકવલ, ધૂમપાન, લેપ, અભંગ, રક્તસ્ત્રાવવિધિ અને નેત્રકર્મવિધિ એ રીતે પંચકર્માદિ ચિકિત્સાપ્રકારે વર્ણવ્યા છે.
ગ્રન્થકર્તા પોતે જ પ્રસ્થાને કહે છે કે આયુર્વેદ ઉપર જે વિવિધ સંહિતાઓ છે તેમાંથી છેડે સાર લઈને અલ્પબુદ્ધિવાળા અલ્પાયુષી લેકે માટે આ રચે છે. અને એણે ઠીક સાર ખેંચે છે એમ કહેવું પડશે. એણે કવચિત નવીન વસ્તુ પણ નેધી છે. દા. ત., પ્રાણવાયુ વિષ્ણુપદામૃત પીવા બહાર જાય છે
૧. જુઓ આયુર્વેદવિજ્ઞાન', પૃ. ૨૨, પૃ. ૨૭૫ થી ૨૮૦. ૨. નિ. કે., અ. હ. ની આડમાં હેમાદ્ધિ ઉલિખિત ગ્રન્થસૂચિ.