________________
૨૨૮ ]
આયુર્વેદને ઈતિહાસ - પાછલા કાળના રસગેવાળા સંગ્રહગ્રન્થ
સંગ્રહગ્રન્થના પ્રકરણમાં ઈ. સ. ૧૨૦૦ સુધી પહોંચીને રસવિદ્યાના વિકાસનું અવલેન કરવા માટે અટકવું પડયું હતું, કારણ કે ઈ. સ. ૧૨૦૦ પછી ચિકિત્સામાં રસગોનું વિશિષ્ટ સ્થાન દેખાય છે. રસવિદ્યા અને રસગ્રન્થના પ્રકરણમાં રસચિકિત્સાના પ્રાધાન્ય વાળા ગ્રન્થની ૧૩મા ૧૪મા શતકમાં બહોળા પ્રમાણમાં રચના થઈ હતી એ પણ જોયું છે. હવે રસગ્રન્થોની સામાન્ય વૈદ્યક ઉપર અસર થયા પછી જે ગ્રન્થ લખાયા છે તેમાંથી અતિહાસિક વિશિષ્ટતાવાળા બેચાર ગ્રન્થનું દિગ્દર્શન કરવાથી ૧૩માથી ૧૮મા શતક સુધીની આયુર્વેદની સ્થિતિની સ્પષ્ટતા થશે.
આ કાળમાં મુસ્લિમ અસર આ દેશની બીજી સંસ્થાઓ ઉપર તેમ વૈદ્યક ઉપર પણ થઈ છે. અફીણને વપરાશ એ મુસ્લિમ અસરનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.
શાગધરસંહિતા-આ ગ્રન્થ લખનાર શાળધરે પોતે દામોદરના પુત્ર છે એથી વિશેષ કશું કહ્યું નથી, પણ સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોના સંગ્રહ તરીકે પ્રસિદ્ધ શાળધરપદ્ધતિના કર્તા કવિ શાગધર પણ દામોદરના પુત્ર હોવાથી અને એને સમય તેના દાદા રાઘવદેવના આશ્રયદાતા રણથંભેરના ચોહાણરાજા હમીર (ઈ. સ. ૧૨૮૨ થી ૧૩૦૧)ના સમય ઉપરથી ૧૪માં શતકમાં નિશ્ચિત કરવાથી આ વૈદ્યને સમય પણ ૧૪ માં શતકમાં ઘણાએ માન્ય છે. પણ પદ્ધતિના કવિ પોતાને વૈધ નહિ પણ કવિ જ કહે છે અને શાર્ગધરસંહિતાને પદ્ધતિમાં ઉલ્લેખ કરતા નથી; એટલું જ નહિ, પણ ભાષા, ધાર્મિક માન્યતા, કવિત્વશક્તિ, પદ્ધતિમાં, વૈદ્યને લગતા ઉલ્લેખો વગેરે બાબતેમાં બે ગ્રન્થર્તાઓના એકથનું સૂચક
૧. જુઓ “પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત.