________________
ખંડ ૭. પાછલા સંગ્રહગ્રન્થ
નાડીવિદ્યા શાધરસંહિતામાં નાડી પરીક્ષાનું પ્રકરણ (પૂર્વ ખંડ, અ. ૩, શ્લોક ૩) છે. એ જોતાં એના વખતમાં વૈદ્યો માટે નાડીશાન આવશ્યક મનાવા લાગ્યું હતું. આયુર્વેદના પ્રાચીન ગ્રન્થમાં નાડી પરીક્ષાની વાત નથી, પણ દ્રાવિડ વૈદ્યકમાં નાડીસાન સંબંધી ગ્રન્થ લખાયા હેવાનું પહેલાં નેપ્યું છે. દક્ષિણ ભારતમાં જ કદાચ નાડીવિદ્યાને ઉદભવ થયે હશે. સ્પપરીક્ષાને જ નાડી પરીક્ષા વિસ્તાર હોવા છતાં એમાં નવાં તો છે જ. નાડીની ગતિ ધીમી કે ઉતાવળી હેવી, નાડી ભારે કે હળવી લાગવી, કઠણ કે મૃદુ લાગવી વગેરે ઉપરથી શરીરની સ્થિતિનું અનુમાન કરવું એમાં સ્પપરીક્ષાથી કાંઈક વિશેષ જરૂર છે; અને એ વિશેષતા ધ્યાનમાં રાખીને નાડીવિદ્યાને વિકાસ થયો છે. શાર્ડધરસંહિતા પહેલાં થોડાં વર્ષથી જ આ વિદ્યાને વિકાસ થયે છે, કારણ કે એ પહેલાંના ગ્રન્થમાં એને ઉલ્લેખ નથી.
શાધર, ભાવપ્રકાશ અથવા દક્ષિણ ભારતના ગદસંજીવની, વૈદ્યશાસ્ત્ર, બૃહગતરંગિણુ જેવા ગ્રન્થોમાં નાડી પરીક્ષાના પ્રકરણ હોવા ઉપરાંત એના સ્વતંત્ર ગ્રન્થ પણ મળે છે, અને તેમાંના કેટલાક જેમ દક્ષિણ ભારતમાં તેમ કેટલાક ઉત્તરમાં લખાયા છે. આમાંથી કણાદ મુનિનું નાડીવિજ્ઞાન ઘણું પ્રસિદ્ધ છે. એ મુંબઈમાં હિન્દી ભાષાન્તર સાથે તથા કલકત્તામાં કવિરાજ ગંગાધરની