________________
નિઘંટુએ
- [ ૨૨૧ કરેલું છે અને એને યથાર્થ માનવામાં વધે નથી. . રાજેન્દ્રલાલ મિત્રે તથા વિશ્વેશ્વરનાથ રેઉએ આ નિઘંટુના કર્તા મદનપાલને કને જના ગહડવાલ વંશના રાજા મદનપાલ (ઈ. સ. ૧૦૯૮ થી ૧૧૦૯) માનેલ છે, પણ તે ભૂલ છે, કારણ કે કાજના મદનપાલના પૂર્વજોનાં નામે મદનવિનોદના કર્તાના પૂર્વજોનાં નામથી ભિન્ન જ છે. નિઘંટુકાર કહે છે તેમ મદનપાલ કાછના રાજા હતા. આ કાચ્છ જમના નદીને કાંઠે દિલ્હીની ઉત્તરે હતું. એ કાચ્છના ટક્ક વંશના રાજાઓમાં મદનપાલના કહેવા પ્રમાણે પહેલો રત્નપાલ છે, તેને ભરતપાલ, તેને હરિશ્ચન્દ્ર, તેને સાધારણ, તેને સહજપાલ અને તેને ભાઈ મદનપાલ. મદનપાલનિઘંટુની રચના તે ધન્વન્તરિને મળતી છે, પણ તેમાં દ્રા વધારે વર્ણવાયાં છે. છેલ્લા ૧૩ મા મિશ્રાધ્યાયમાં મદનપાલે દિનચર્યા અને ઋતુચર્યાનું પણ વર્ણન કર્યું છે, તો પછી તૈયાર ખોરાક (તારનું વર્ણન કર્યું હોય એમાં શું આશ્ચર્ય ? મદનપાલે ધન્વન્તરિ ઉપરાંત બીજા પણ ઘણું નિઘંટુઓ જોયા હતા એમ એ પોતે કહે છે. મદનપાલ કૃષ્ણભક્ત છે એમ એની વર્ગવર્ણનના આરંભની સ્તુતિથી દેખાય છે.
રાજનિઘંટુ કે અભિધાનચૂડામણિ–આ ગ્રન્થના કર્તા નરહરિ પોતાને કાશ્મીરવાસી કહે છે. તેઓ અમૃતેશાનન્દના શિષ્ય અને શિવભક્ત હતા. આ નરહરિ પંડિત કહે છે કે પોતે ધન્વન્તરિ,
૧. જુઓ ભાંડારકર સંસ્કૃત રિપેર્ટ ૧૮૮૩-૮૪, પૃ. ૪૭ તથા ડફની નોલેજ. પૃ. ૨૨૮ તથા ૨૯૫.
૨. જુઓ આર. એલ. મિત્રની ટિસીસ એફ સંસ્કૃત મેન્યુટિસ, પૃ. ૨૬૫ તથા “ભારત કે પ્રાચીન રાજવંશ,” ભા. 1, પૃ. ૯૮, ૯૯, રાજેન્દ્રલાલ મિત્રની નોંધ જ નિઘંટુઆદર્શની પ્રસ્તાવના પૃ. ૩૫ માં ઉતારી છે.
૩. આ વંશાવળીને મદનવિનેદનિઘંટુ સિવાય બીજે આધાર ન મળે ત્યાં સુધી એમાંનાં “સાધારણું જેવાં નામો સંદિગ્ધ રહેશે.