________________
૨૨૨]
આયુર્વેદને ઇતિહાસ મદન, હલાયુધ, વિશ્વપ્રકાશ, અમરકેશ વગેરે દેશો જેઈને આ નિઘંટુરાજ રચ્યો છે. આમાંથી હલાયુધ ૧૧ મા શતકમાં, વિશ્વ પ્રકાશ ૧૨ મામાં અને ઉપર બતાવ્યું છે તેમ મદનવિનોદ ૧૪ મા શતકમાં રચાયે, એ જોતાં આ રાજનિઘંટુ ૧૫ મા શતકથી વહેલે રચાયો હોવાનો સંભવ નથી.
રાજનિઘંટુમાં આગલા નિઘંટુઓ કરતાં દ્રવ્ય વધારે છે, વર્ગો પણ વધારે છે. કુલ ૨૩ વર્ગ છે અને તેમાં પર્યાવર્ગ ( બજારમાં વેચાતી દવાઓને વર્ગ), અનેકાર્થ નામોના વર્ગો, રોગનાં નામને અર્થો, તેમ જ બુદ્ધિ, આદાન, નિદાન, આત્મા, ઋતુઓ, રાતનાં નામ વગેરે ઘણું વૈદ્યકાપયોગી શબ્દોવાળા વર્ગો છે, પણ તેમાં કશી શાસ્ત્રીય વ્યવસ્થા નથી. વળી, બીજ નિઘંટુઓ કરતાં જે વધારે વનસ્પતિના છે તેમાંના કેટલાંક માટે તે ભિન્ન વનસ્પતિનાં જ સૂચક છે કે જૂનાં નામ ભુલાઈ જતાં નવાં પડેલાં છે તેનો નિર્ણય, વૈદ્ય રૂગનાથજી ઈન્દ્રજી કહે છે તેમાં મુશ્કેલ છે. તેઓ જ કહે છે તેમ રાજનિઘંટુકારે જાતે વનસ્પતિને જોઈને નામ લખ્યાં નથી. વળી, રાજનિઘંટુંકાર કહે છે કે પોતે કર્ણાટી તથા મહારાષ્ટ્ર ભાષામાં
સ્પષ્ટતા કરી છે, પણ આલ્બ, લાટાદિ ભાવાનાં નામો તે તે દેશવાસીઓ પાસેથી જાણી લેવાં. આ જોતાં તેઓના વડવા કાં તે મહારાષ્ટ્ર કે કર્ણાટકથી કાશ્મીર ગયા હોય અથવા પોતે લાંબે વખત આ દેશોમાં રહ્યા હોય એવી શંકા પડે છે.
પાકશાસ્ત્ર–પ્રાચીને એ કૃતા-રાંધેલા જુદી જુદી જાતના ખેરાનું પણ શકધાન્ય, શમીધાન્ય વગેરે સાથે વર્ણન કર્યું છે (જુઓ ચરક સૂ. અ. ૨૭), પણ પાછળથી ધન્વન્તરિ આદિ નિઘંટુમાં શાસ્ત્રીય વર્ગીકરણની દૃષ્ટિથી આ વિષય છોડી દેવામાં આવ્યું, પણ જૂના વખતથી રાજાઓના ખેરાક ઉપર ધ્યાન રાખવાની વૈદ્યની ફરજ ગણાતી એ પહેલાં કહ્યું જ છે. રાજાનું આરોગ્ય સચવાઈ રહે એ માટે ખેરાકની પથ્યાપથ્ય દષ્ટિથી ચૂંટણી કરવાની