________________
રર૦]
આયુર્વેદને ઈતિહાસ છે, પણ એણે વિસ્તારથી લખ્યું છે તથા વનસ્પતિઓને ઓળખીને ભેદે દર્શાવ્યા છે.
દાખલા તરીકે વૈદ્ય રૂગનાથજી ઇન્દ્રજીએ નોંધ્યું છે કે ધન્વન્તરિનિઘંટુમાં “પાસ” એક જ લખ્યું છે ત્યાં સેઢલે “યાસકયમ ” એટલે ધમાસે તથા જવાસે બે જુદાં લખ્યાં છે. “ખદિર”ને ઠેકાણે
ખદિર બે' (ખેર તથા ગોરડ) તેમ જ બે નિંબ (લીંબડો અને બકાન) જુદા ગણ્યા છે.'
સિદ્ધમંત્ર–વૈઘવર કેશવને રચેલ સિહમંત્ર નામને ગ્રન્થ, જેને મુંબઈમાં સં. ૧૯૬૫ માં શ્રી. મુરારજી વૈદ્ય છપાવ્યો છે, જોકે ધન્વન્તરિ વગેરે નિઘંટુઓને મળતો નથી, છતાં એની નોંધ અહીં જ કરવી યોગ્ય છે. આ ટૂંકા ગ્રન્થમાં વાતઘ, વાતઘ પિત્તલ, વાતદ્મ લેમ્પલ વગેરે સત્તાવન ગુણભેદો દર્શાવી તેમના પ્રત્યેક ગુણ ધરાવનાર વર્ગનાં દ્રવ્યો સૂચવ્યાં છે. આ ગ્રન્થકાર આરંભમાં જ કહે છે કે ચરકે એક દ્રવ્યને વાતલ કહ્યું હોય અને સુશ્રુતે વાત ન કહ્યું હોય તે એવા મતભેદને આ ગ્રન્થમાં અમુક ધારણથી નિર્ણય કરવામાં આવ્યો છે અને એ જ એની વિશેષતા છે. આ ગ્રન્થ ઉપર ગ્રન્થકર્તાના પુત્ર
પદેવની ટીકા છે અને તેઓ દેવગિરિના યાદવરાજ મહાદેવ અને રામચંદ્રના મંત્રી હેમાદ્રિના સભાપંડિત હતા, એટલે એ ઈ. સ. ૧૨૭૧ થી ૧૩૦૦ ના અરસામાં થઈ ગયા. આ કેશવના પુત્ર એ પદે શતશ્લોકી ચન્દ્રકલા નામથી એક ટૂંકે વૈદ્યક ગ્રંથ લખે છે.
- મદનવિનોદનિઘંટુ-મદનપાલને મદનવિનેદનિઘંટુ ૧૪મા શતક (ઈ. સ. ૧૩૫)માં રચાયે હોવાનું અનુમાન ડે. ભાંડારકરે ૧. નિઘંટુસંગ્રહ, પૃ. ૫૦૪.
૨. મારા વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ, ઈ. સ. ૧૯૩૯ ની આવૃત્તિ ૩, પૃ. ૨૧૪ અને મરાઠીમાં “હેમાદ્ધિ ચાચે ચરિત્ર”.
૩. શતકી ચન્દ્રકલા ગ્રન્થ ગુજરાતી ભાષાન્તર સાથે છપાઈ ગયો છે. -