________________
દક્ષિણ ભારતનું વૈદ્યક
[ સય બીજે એવો જ અતિ પ્રચલિત પ્રત્યે બસવરાજયમ છે. કર્ણાટકમાં લિંગાયત મતના મુખ્ય પ્રચારક ૧૨મા શતકના બસવને રચેલે આ ગ્રન્થ ગણાય છે, પણ એમાં પૂજ્યપાદીય ગ્રન્થમાંથી તથા નિત્યનાથના ગ્રન્થમાંથી ઉતારા છે. રસગો પુષ્કળ છે અને અફીણ પણુ વાપર્યું છે. એ જોતાં ૧૩ મા શતકથી એ ગ્રન્થ જ ન હોઈ શકે.
જવરાદિ રોગોના નિદાન-ચિકિત્સા વર્ણવનારે આ ગ્રન્થ છે. આ ગ્રન્થમાં કેટલાક આશ્વમાં પ્રચલિત નવા યોગો છે. કેટલાક રોગો આશ્વ પદ્યમાં છે. વળી આન્દ્રમાં જ મળતી કેટલીક દવાઓ આ ગ્રન્થમાં વપરાઈ છે.
'આ ગ્રન્થમાં માધવનિદાનના નામ નીચે રસગે ઉતારવામાં આવ્યા છે એ વિચિત્ર લાગે છે.
દક્ષિણ ભારતના વૈદ્યક સાહિત્યની નોંધ કરતાં પં. ડી. ગોપાલાચાલુએ આયુર્વેદસૂત્રને ઉલ્લેખ કર્યો છે, પણ જે સૂવગ્રન્ય જોવામાં આવ્યું છે તે તે પ્રાચીનતાની પ્રતીતિ કરાવતો નથી. બાકી શિવતત્વરત્નાકર, જગન્નાથસરિના પુત્ર મંગળગિરિને રસપ્રદીપિકા વગેરે રસગ્રન્થ સારી સંખ્યામાં દક્ષિણ ભારતમાં રચાયા છે, એમ કહી શકાય.
આ રસગ્રન્થ ઉપરાંત કેટલાક સંગ્રહગ્રન્થો પણ દક્ષિણ ભારતમાં રચાયા છે. દા. ત., શ્રીનાથ પંડિતને પરહિતસંહિતા નામને અન્ય. જેમાં શલ્ય, શાળ્યાદિ આઠે અંગેનું નિરૂપણ છે, એમ પં. ડી. ગોપાલાચાલું કહે છે. એ પ્રત્યે જે નથી, પણ ભાવપ્રકાશને
૧. બસવરાજયમ છપાયો છે. ૨. યોગાનન્દભાષ્યસમેત એક આયુર્વેદસૂત્ર મૈસૂરમાં ૧૯૨૨માં છપાયેલ છે.