________________
૨૧૪ ]
આયુર્વેદને ઈતિહાસ ગ, આરોગ્ય કલ્પદ્રુમ, સર્વગચિકિત્સાર, ચિકિત્સાનવું વગેરે ગ્રન્થ કેરલમાં પ્રસિદ્ધ છે.
કર્ણાટકમાં આયુર્વેદ-પૂજ્યપાદ નામના જૈન આચાર્યને પૂજયપાદીય નામને સંસ્કૃત ગ્રન્થ ન ગણાય છે, પણ જૈન વૈદ્ય ઉગ્રાદિત્યાચાર્ય એ પોતે કહે છે તેમ રાષ્ટ્રકૂટ રાજા તૃપતંગના વૈદ્ય હતા અને એ કારણથી ઈ. સ. ના નવમા શતકના આરંભમાં થઈ ગયા. પણ કર્ણાટકમાં કાનડી ભાષામાં ગ્રન્થ લખનાર ઘણા વૈદ્યો થઈ ગયા છે. તેમાં જૈન મંગળરાજ, જે ઈ. સ. ૧૭૬૦માં થઈ ગયા, તેણે વિષચિકિત્સા સંબંધી ખગેન્દ્રમણિદર્પણ નામને મે ગ્રન્થ કાનડી ભાષામાં લખ્યો છે, જેમાં સ્થાવર વિચિકિત્સાનો વિષય પૂજ્યપાદીયમાંથી લીધે હોવાનું પોતે કહે છે. પછી બ્રાહ્મણ અભિનવચન્દ્ર ઈ. સ. ૧૪૦૦ માં થઈ ગયા. તેઓએ ચન્દ્રરાજના ગ્રન્થોમાંથી ઉદાહરણે લઈને અવૈદ્ય નામનો નવીન ગ્રન્થ કાનડી ભાષામાં લખે છે. જૈન દેવેન્દ્ર મુનિએ બાળગ્રહચિકિત્સા નામને. ગ્રંથ લખે છે.
વળી રામચન્દ્ર, ચન્દ્રરાજ વગેરેએ અશ્વઘક, કીર્તિમાન નામના ચાલુક્ય રાજાએ ગાયનું વૈદ્યક અને વીરભદ્ર પાલિકાના ગજાયુર્વેદ ઉપર કર્ણાટક ભાષામાં ટીકા લખેલ છે. આ ઉપરાંત વાગભટ, ચિન્તામણિ વગેરે ગ્રન્થનાં કાનડી ભાષામાં જૂના કાળથી ભાષાન્તરે મળે છે.
આલ્બ દેશનું વૈદ્યક – આશ્વના વૈદ્ય ચિન્તામણિ અને બસવરાજીયમ નામના બે સંસ્કૃત ગ્રન્થ મુખ્યત્વે વાપરે છે. ચિતાભણિ ગ્રન્થને કર્તા વલભેન્દ્ર નિયોગી બ્રાહ્મણ કુળને વિદ્વાન વૈદ્ય હતો. આ ગ્રન્થમાં નાડી, મૂત્ર વગેરેની પરીક્ષા સાથે નવરાદિ રેગોની સનિદાન ચિકિત્સા વર્ણવેલ છે. ચિકિત્સામાં ચૂર્ણ, ગુટિકા અવલેહ વગેરે સાથે રસોગને પણ ઉપયોગ કરેલ છે. - ૧. આ ગ્રન્થ મેંગલર જેબુમાં ડૉ. એમ. આર. ભટ્ટે છપાવ્યો છે,