________________
રસવિદ્યા અને રસ
| [ ૧૯૯ ઉપર ઉતારે સાત આઠસો વર્ષ પહેલાંને આ દેશને રસસિદ્ધ (કેમિસ્ટ) કેવાં સાધને પિતાની પ્રયોગશાળામાં રાખો એને ઠીક ખ્યાલ આપે છે.
રસાર્ણવ (ચતુર્થ પટલ)માં યંત્રોની ઉપયોગિતા સ્પષ્ટ કહી છે અને મજબૂત કૂરડીઓ કેવી રીતે બનાવવી તે પણ લખ્યું છે.
જુદી જુદી ધાતુઓની જવાળાને રંગ જુદે જુદે હેય છે એ આધુનિક વિજ્ઞાનપ્રસિદ્ધ વાત છે. રસાણંવમાં એ વસ્તુ નેધાયેલ છે. તે કહે છે કે “ત્રાંબાની જવાળા આસમાની રંગની હેય છે, બંગની હેલાના જેવા રંગની, લોઢાની પીળાશ પડતા કાળા રંગની અને મોરથુથુની લાલ હેય છે.” શુદ્ધ ધાતુની પરીક્ષા તથા કાચી ધાતુમાંથી ધાતુ કાઢવાની રીત, જેને પ્રાચીન સર્વપાતન: કહે છે, તે સાર્ણવમાં લખેલ છે. સાર્ણવમાંથી નમૂના તરીકે આટલું બસ છે.
રસેન્દ્રચૂડામણિ –કર્તા સમદેવ. રસરત્નસમુચ્ચય (અ. ૯)માં યન્ત્રોનું વર્ણન કરતાં સ્પષ્ટ લખ્યું છે કે “બધાં રસતંત્ર જોઈને તથા ટૂંકામાં સેમદેવને અનુસરીને નીચે યંત્રોનું વર્ણન કર્યું છે.” એ ઉપરથી યંત્રોની બાબતમાં સોમદેવ પ્રમાણભૂત મનાતા હોવા જોઈએ. અને એ સોમદેવને રસેન્દ્રચૂડામણિ નામને ગ્રન્ય મળે છે. એ બારમા–તેરમા શતકની વચ્ચેનો હેવો જોઈએ એમ શ્રી. પ્ર. રાય કહે છે અને મને એ માનવામાં કોઈ વાંધે લાગતો નથી.૪ - સોમદેવ પોતે કહે છે કે “અનેકશ: રસતન્નો જોઈને હવે યન્સ કહેવામાં આવે છે.” વળી ઊર્વપાતનયંત્ર અને કેષિકાયન્સ
૧. જુઓ રસાવ, ચતુર્થ પટેલ, શ્લો. પ૦, ૫૧; “આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૧, પૃ. ૯૩.
૨. એજન, સપ્તમ પટલ, . ૧૦, ૩૬ વગેરે; “આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૧, પૃ. ૬૯૩.
૩. મોતીલાલ બનારસીદાસે લાહોરથી ૧૯૮૯ માં છપાળે છે. ૪. હિ. હિ. કે, ગ્રં, ૨, ૩. મમ. . .