________________
રસવિદ્યા અને રસન્થ
[ ૨૦૭ મારણ વગેરે રસવિદ્યાના ખાસ વિષય રસખંડના આરંભમાં આપ્યા પછી જ્વરાદિ રોગની ચિકિત્સા વિસ્તારથી આપી છે, જેમાં એવધીય વેગે છે, પણ રસગે વિશેષ પ્રમાણમાં છે..
ઉપર પ્રમાણે રસરત્નાકરથી–૧૩મા શતકથી રસવૈદ્યક કે રસપ્રચુર ચિકિત્સાને યુગ શરૂ થયો છે એમ કહી શકાય. જોકે નિત્યનાથવિરચિત એ જ એ પ્રકારને પહેલો અન્ય છે એમ નથી કહી શકાતું; ઊલટું રસરત્નાકરના વેગોની મોટી સંખ્યા જોતાં એટલા બધા ચેપગે એકદમ કે એક જ વૈવને હાથે તૈયાર થવાનો સંભવ નથી, પણ જે મળે છે તે ગ્રન્થોને સમયનિર્ણય ઘણું મુશ્કેલ છે. વળી ૧૧માથી ૧૩મા શતકમાં રસાકમાં પણ પ્રવૃત્તિ થઈ હોય એમ લાગે છે. કેવળ રસવિદ્યાના કહેવાય એવા સારા ગ્રન્થ છે કે થોડા મળ્યા છે, પણ એ સૈકાઓમાં રચાયાં હોય એવાં ઘણાં પ્રકીર્ણ પાનાંઓ મળે છે. ધાતુરત્નમાલા, સુવર્ણતંત્ર, કાકચડેશ્વરીમત, દિનાન્તસૂરિવિરચિત રસચિન્તામણિ વગેરેની શ્રી. પ્ર. રાયે હિ. હિ. કે. ના બીજા ગ્રન્થમાં નોંધ લીધી છે. પણ આ દેશના એ મધ્યકાલીન રસશાસ્ત્રીઓનું ધ્યાન શુદ્ધ રસશાસ્ત્ર (કેમિસ્ટ્રી) કે એમાંથી ઉત્પન્ન થતી બીજી ઔદ્યોગિક વિદ્યાએ ખેડવા તરફ પહેલેથી જ થોડું હશે. છેક ઈ. સ. ચારની આસપાસને દિલ્હીને ગુપ્ત લેખવાળો લેહસ્તંભ તથા બીજી એવી હાદિ ધાતુઓમાંથી બનેલી પ્રાચીન વસ્તુઓ જતાં ઉદ્યોગોમાં રસશાસ્ત્રીય જ્ઞાન વપરાતું હવામાં શંકા નથી, પણ એ શાસ્ત્રનું જે જ્ઞાન ગ્રન્થદ્વારા જળવાયું છે તે તો ઉપર કહ્યા તેવા તાંત્રિક ગ્રન્થમાં જ છે. અને એ તાંત્રિકે પોતે જ કીમિયાની પાછળ ખુવાર થવામાં સાર ન જોઈને અને પારદ, ગન્ધક, લેહ વગેરેને વૈદ્યક ઉપયોગ વિશેષ ફલપ્રદ છે એવું જોઈને રસવૈદ્યક તરફ વળ્યા હોય; અથવા વૈદ્યોએ જ તાંત્રિકોની રસવિદ્યાને લાભ લીધે હોય એમ હોય. રસોંદર્ય જેવા ગ્રન્થમાં રસના રસાયન તરીકેના ઉપયોગની વાત છે, એ જોતાં મને દક્ષિણમાર્ગો અને