________________
રસવિદ્યા અને સગ્રન્થા
[ ૧૯૭
જ્ઞાનયેાગવાદાનુસારી છે. જગતને નિર્જરામર કરવાની વાત મહાયાનમતની સૂચક છે. આ દક્ષિણમાગીય વલણુને લીધે જ રસેશ્વરસિદ્ધાન્તના નિરૂપણમાં સČદનસંગ્રહના કર્તાએ રસહૃદયના આધાર લીધા હશે. બનારસની એક હાથપ્રતના અન્તમાં 66 તથાગત કલ્યાણુ કરા ” એવા શબ્દો છે,૧ એ ઉપરથી શ્રી. પ્ર. રાયે કર્તાને બૌદ્ધ માનેલ છે. પણ “ વેદાધ્યયનથી અને યજ્ઞથી અત્યંત શ્રેય થાય છે” એમ કહેનાર લેખક બૌદ્ધ ન હાય એ શ્રી કાળેની દલીલ મને સાચી લાગે છે.
ખીજા અવખાધમાં પારદના અઢાર સકારાનાં નામ અને પછી સ્વેદન, મન, મૂર્ચ્છના, ઉત્થાપન, પાતન, રાધન, નિયમન અને દીપન એટલાÖા વિધિ આપ્યા છે. ત્રીજા અવમેધમાં અભ્રકગ્રાસની પ્રક્રિયા છે. ચેાથામાં અભ્રકના ભેદ તથા અભ્રકસત્ત્વપાતનનું વિધાન છે. પાંચમામાં ગતિનું વિધાન, છઠ્ઠામાં જારણવિધાન, સાતમામાં બિડવિધાન, આઠમામાં રસરંજન, નવમામાં ખીજવિધાન, દશમામાં વૈક્રાન્તાદિમાંથી સત્ત્વપાતન, અગિયારમામાં ખીજનિર્વાહ, બારમામાં દ્રાધિકાર, તેરમામાં સંકરખીજ વિધાન, ચૌદમામાં સકરબીજજારણુ, પંદરમામાં ખાદ્યવ્રુતિ, સોળમામાં સારણ, સત્તરમામાં કામણુ, અઢારમામાં વૈવિધાન અને છેલ્લા એગણીસમા અવખાધમાં શરીર શુદ્ધ કરીને રસાયન તરીકે સેવવાના યોગા કહ્યા છે. છેવટે કેટલાક ખેચરગુટિકા જેવા યોગા માટે આશ્રય કારક અતિશયાક્તિવાળી ફલશ્રુતિ કહી છે.
ટૂંકામાં રસહૃદય રસવિદ્યાની સારી પ્રગતિ થયા પછી લખાયેલ અને કદાચ અત્યારે ઉપલબ્ધ ગ્રન્થામાં આદ્ય અને વ્યવસ્થિત ગ્રન્થ છે. જીવનની ફિલસૂફીને રસવિદ્યા સાથે આ રીતે જોડવાની આવશ્યકતા ગ્રન્થકારને લાગી છે એ પણ આ ગ્રન્થની આવતા
૧. રસહૃદય પૃ. ૧૩૫, ટિ. માં હિં, હિ. કે, ગ્ર', ૨ માંથી ઉતારલા ક્ષેાક.