________________
૧૯ ]
આયુર્વેદને ઈતિહાસ અને પિતે રસકર્મમાં પ્રવૃત્ત રહેતા એમ ગ્રન્થાને લખ્યું છે. આ કિરાતદેશ તે વિધ્યાચલની પાસેને પ્રદેશ એમ શ્રી. કાળેએ તર્ક કર્યો છે અને મદનદેવ તે કનિંગહામે આપેલી હૈહયવંશાળીમાંને આઠમા શતકને રાજા કામદેવ એમ માન્યું છે. પણ કનિંગહામના પુસ્તકમાં જોતાં એ વંશાવળી તે ભાટચારણોના ચોપડાની છેક ઈ. સ. પૂર્વે ૮૫૭ થી શરૂ થતી સાલ વગરની વંશાવળી છે, જેની કશી એતિહાસિક કિંમત એતિહાસિક વિદ્વાનોએ ગણું નથી. ખરી રીતે સિક્કાઓ અને ઉકીર્ણ લેખે ઉરથી હૈહની જે વંશાવળી નકકી કરવામાં આવી છે તે ઈ. સ. ૮૭૫ થી શરૂ થાય છે અને તેમાં કામદેવ જેવું નામ નથી; એટલે હૈહયરાજાના નામ ઉપરથી રસહદયના સમયને નિર્ણય થઈ શકે એમ નથી.
આ રસહૃદય ગ્રન્થમાં કુલ ૧૯ અવબોધ છે, જેમાં પહેલા અવબેધમાં રસપ્રશંસા છે અને તેમાં કહ્યું છે કે “ભાણસે ધન, શરીરાદિને અનિત્ય જાણીને મુક્તિ માટે યત્ન કરવો જોઈએ અને એ મુક્તિ જ્ઞાનથી જ મળે, પણ જ્ઞાન અભ્યાસથી થાય, જ્યારે અભ્યાસ શરીર સ્થિર હોય ત્યારે જ થઈ શકે. અને શરીરને સ્થિર અને અજરામર તે એક રસરાજ કરી શકે છે.”૩ પણ રસહૃદયકારને માણસ પોતાની મુક્તિ મેળવી શકે એટલાથી સંતોષ થતો નથી. એ તે કહે છે કે “રસસિદ્ધ થતાં હું પૃથ્વીને વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત કરીશ.” આ ઘણી ઉન્નત વાસના છે. આ ગ્રન્થકારનું આ વલણ વશીકરણ, ઉચ્ચાટન વગેરે–વાળા પામતાંત્રિક માર્ગથી જુદુ દક્ષિણમાગીય
૧. કનિંગહામનો આ. સ. રિ, ગ્રં, ૧૭, પૃ. ૮.
૨. જુઓ એજન, ગ્રં. ૯, પૃ. ૧૧૨; ગૃ. ૧૭, પૃ. ૨૦; તેમ જ ડફની કેનેલો છ, પૃ. ૨૯૩ અને “ભારત કે પ્રાચીન રાજવંશ', પ્રથમ ભાગ, પૃ. ૫૫ તથા પૃ. ૫૯ વગેરે.
૩. રસહૃદય ૧, , ૧૦, ૧૩. ૪. એજન, . ૬.