________________
૧૮૪]
આયુર્વેદને ઈતિહાસ ગનિગ્રહના ક્ત વૈદ્યક સોઢલ ઈ. સ. બારમા શતકમાં થઈ ગયા. વળી રાયકવાળ જ્ઞાતિ ગુજરાતમાં જ હેવાથી તેઓ ગુજરાતી હતા એ પણ નક્કી.
* આ સઢલે રચેલા મદનિગ્રહમાં કુલ દશ ખંડે છે. પહેલા પ્રયોગખંડમાં ચૂર્ણ, ગુટિકા, અવલેહ વગેરે બનાવટોને જુદાજુદા ગ્રન્થમાંથી સંગ્રહ કરવામાં આવ્યું છે. શાધરના મધ્યમ ખંડમાં પણ આ રીતે જ ચૂર્ણ, ગુટિકા વગેરેના અધ્યાય છે. અલબત્ત, શાધરમાં રસને અધ્યાય છે, ત્યારે ગદનિગ્રહમાં એ નથી. ગદનિગ્રહ શાધર કરતાં. જૂને ગ્રન્થ છે. ગદનિગ્રહના બાકીના નવ ખંડેમાં કાયચિકિત્સા, શાલાક્ય, શલ્ય, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય, અગદતન્ન, રસાયન, વાજીકરણ અને પંચકર્માધિકાર એ રીતે વિભાગે પાડી, શરૂઆતમાં સંક્ષિપ્ત નિદાન અને પછી ચિકિત્સા કહેલી છે.
સોઢલને માધવનિદાનની તે ખરી જ પણ વૃન્દનીયે ખબર છે, કારણ કે સ્નાયુકનાં નિદાન–ચિકિત્સા વૃન્દમાંથી સેઢલે ઉતાર્યા છે. આથી આગળ ચક્રદત્તના ચક્કસંગ્રહની ખબર એને હેય એમ દેખાતું નથી. ચક્રદતમાં છે તેવા રસગેયે સેઢલમાં નથી. સેઢલ બંગસેનના લગભગ સમકાલીન હોવા છતાં બંગસેનને ચક્કસંગ્રહની ખબર છે અને સેઢલને નથી તેનું કારણુ બંગસેન બંગાળી છે એટલે તે બંગાળી ગ્રન્થથી તરત પરિચિત થાય અને સઢલ ગુજરાતી હોવાથી ન થાય એ જ લાગે છે. વળી, રસોને ઉપયોગ કદાચ બંગાળામાં વહેલે શરૂ થયે હશે.
સેઢલ ગુજરાતી છે એ ઉપર કહ્યું જ છે. ગુજરાતી હોવાથી જ બીજા નિઘંટુમાં ન લખેલી એવી ગુજરાતમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓ એણે નેંધી છે. આ વનસ્પતિઓનાં નામે પણ હાલમાં પ્રચલિત ગુજરાતી નામને મળતાં છે.