________________
સંગ્રહસ્થળે
[ ૧૮૩ ગણનાથ સેને શા ધર પછી અને ભાવમિશ્ર પહેલાં મૂકેલ છે તે , ભ્રમ લાગે છે.' ગદનિગ્રહ અને સેઢલનિઘંટુના કર્તા વૈદ્ય સેહલ - બારમા શતકમાં જ ગુજરાતમાં એક સેઢલ નામના વૈદ્ય થઈ ગયા. એ જોશી પણ હતા. પોતે ગુણસંગ્રહ નામથી રચેલા નિઘંટુને અન્ત સોઢલ પિતાને વત્સત્રના રાયવાળ બ્રાહ્મણ, વૈદ્ય નન્દનના પુત્ર અને સંધદયાળુના શિષ્ય કહે છે. આ ઉપરાંત સૂરતની ઈ. સ. ૧૯૧૫ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસે વૈદ્ય ધીરજરામ કાશીરામ પાઠકના સંગ્રહમાંથી ગદનિગ્રહની જે એક હાથપ્રત મૂકી હતી તેમાં આપેલી વિશેષ પ્રશસ્તિમાં પોતાને તિ શાસ્ત્રી પણ કહે છે. તેના નિઘંટુમાં પણ કયોતિ સોઢતા ટ્રાવ િમHI એવા રાદો છે. અને સેઢલના સમયનિર્ણયમાં આ હકીકત ઘણી ઉપયોગી છે. વૈદ્યક સાહિત્યના પૌવંપર્ય ઉપરથી અનુમાને મેં એને પચીસ વર્ષ પહેલાં બારમા શતકમાં મૂક્યો હતે. પણ સ્વ. મ. બ. વ્યાસે જ વિ. સં. ૧૨૫૬ના. ભીમદેવ બીજાના એક તામ્રપત્ર ઉપર ધ્યાન ખેંચ્યું છે કે જેમાં રાયકવાળ જ્ઞાતિના બ્રાહમણ તિ સોઢલના પુત્રને દાન આપવામાં આવ્યું છે.પ રાયકવાળ જ્ઞાતિ અને જ્યોતિ સેઢલ એ બે સાથે છે, એટલે આ સેઢલ તે ગદનિગ્રહના કર્તા સેઢલ જ. મતલબ કે “
૧. “પ્રત્યક્ષશારીરને ઉપધાત, , ૫૭ ૨. જુઓ ગદનિગ્રહની ભૂમિકામાં આપેલી ટીપ ર. ૩. જુઓ આયુર્વેદ વિજ્ઞાન, પુ, ૨, પૃ. ૩૭ થી ૩૯
૪. જુઓ સૂરતની સાહિત્ય પરિષદમાં “ગુજરાતનું વૈદ્યક સાહિત્ય નામને મારે નિબંધ.
૫. જુઓ ગુ. એ. લે, ભા. ૧, લેખ નં. ૧૫૮ તથા આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૨, પૃ. ૩૮, ૩૯,