________________
-રસવિદ્યા અને રસ
[ રહે ચરક-સુશ્રુત પછી નાવનીતમાં કોઈ વિશેષ નથી. માત્ર આંખ ઉપરના એક અંજનમાં ગેસ, રસવંતી અને મણશીલ સાથે રીતિકુસુમ પણ નાવનીતકમાં વાપર્યા છે, એ કદાચ વિશેષતા કહેવાય.
વાલ્મટ પણ રસવિદ્યાની બાબતમાં સામાન્ય રીતે ચરક-સુશ્રુતથી વિશેષ આગળ નથી જતા. ઉપદંશના ત્રણ ઉપર મોરથુથુ, મણશીલ, હરતાલ, ફટકડી, હીરાકશી વગેરેને વાટે વાપર્યા છે. તે એની વિશેષતા શ્રી. પ્ર. રાયે ગણી છે, પણ એ તે સુશ્રુતે પણ વાપરેલ, છે.૪ લેપમાં ઉપયોગી તે એ દ્રવ્યોને ચરકે ગણ્યાં જ છે. સુવર્ણ વગેરેને ખાવામાં ઉપયોગ વાગભટે કર્યો છે એમાં પણ નવું નથી, પણ બંધ કૂરડી (અધમૂષા)માંકે તામ્ર, સ્ત્રોતાંજન, લેહ, સુવર્ણ અને રૌને રાખીને તેમ જ નાગ, ગંધક, તામ્ર, હરતાલને રાખીને ધમીને ગરમી આપવાની સૂચના વાડ્મટમાં છે. કરડી (મૂષા)નો ઉલ્લેખ તો સુશ્રુતમાંય છેપણ અધમૂષાને ઉલ્લેખ વાટે પહેલે કર્યો છે. અને એ રીતે તૈયાર થયેલી બનાવટ રસગ્રન્થની બનાવટના વર્ગની નજીક આવે છે એમ શ્રી. પ્ર. રાય કહે છે.
શ્રી. પ્ર. રાયે વાગભટ(ઉ. અ. ૧૩)ની પારાવાળા એક અંજનની ગંધ કરીને વાગભટે પારાને એટલે એક જ ઉપયોગ કર્યો છે એમ લખ્યું છે,’ પણ વાડ્મટે પારાને રસાયન તરીકે ખાવામાં ઉપયોગ કર્યો છે એ ઉપર નેપ્યું છે. વૃન્દમાં એક
૧. નાવનીતક ૧, ૧૧૦. ૨. અ. સં, ઉ, અ. ૩૯ તથા અ, હ, ઉ. અ. ૪૩, શ્લો. ૪-૫. ૩. હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી, ગં. ૧, પૃ. ૫૫, ૪. સુશ્રુત ચિ. અ. ૧૯, લો. ૪૦. ૫. જુઓ ઉપર પૃ. ૧૮૬. ૬. જુઓ અ. ૮. ઉ. અ. ૧૩, ૪ ૨૦, ૨૧ તથા ૩૧, ૩૨. ૭. સુશ્રુત ઉ. અ. ૧૮, શ્લો, ૮૬, ૮. “હિસ્ટરી ઑફ હિન્દુ કેમિસ્ટ્રી", સં. ૧, પૃ. ૫૬.