________________
૧૦ર ] . '
આયુર્વેદને ઈતિહાસ પારંગત માને છે, પણ સુકૃતના પ્રતિસંસ્કર્તાની ચર્ચાના પ્રસંગમાં કહ્યું છે તેમ માધ્યમકવૃત્તિના કર્તા દાર્શનિક નાગાર્જુનથી આ રસસિદ્ધ નાગાર્જુન ભિન્ન જ હોવા જોઈએ. નાગાર્જુનના કર્તત્વને દાવો' કરનાર રસેન્દ્રમંગલમાં શાહવાહન અને નાગાર્જુન વચ્ચે સંવાદ છે અને દંતકથા પણ શાલવાહન સાથે નાગાર્જુનને સંબંધ જોડે છેઃ એ જોતાં રસસિદ્ધ નાગાર્જુન તે શાલવાહન કે સાતવાહનના મિત્ર જ અને ઈ. સ. ત્રીજા શતકમાં એ થઈ ગયા હોવાને સંભવ છે, પણ કીમિયાની વાતેવાળાં જૂનામાં જૂનાં તંત્રો તો ઈ. સ. પચમાં-છઠ્ઠા શતકમાં રચાયાં હોવાને સંભવ છે. એથી જૂના કાળમાં રચાયેલાં તંત્રો મળ્યાં નથી. નેપાળમાંથી મળેલ કુંજિકાત–માં પારદને શંકરનું વીર્ય કહેલું છે અને પારદના સંસ્કારને તથા ષડજારણને ઉલ્લેખ છે. વળી, તામ્રને રસધ કરવાની અર્થાત પારદથી વેધ કરીને તાંબાનું સેનું બનાવવાની વાત પણ છે. આ કુજિકાત– મહાયાનમતનું તંત્ર છે અને છઠ્ઠા શતકમાં લખાયું હોવાને સંભવ છે, પણ એ રસવિદ્યાનો ગ્રન્થ નથી. જેને રસવિદ્યાના પ્રાધાન્યવાળું તંત્ર કહી શકાય એવો જૂનામાં જૂને પ્રન્ય તે નાગાર્જુનના નામે ચઢેલો. રસરત્નાકાર કે રસેશ્વમંગલ છે. અને એ ગ્રન્થ સાતમા-આઠમા
૧. જુઓ “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી . ૨, ૩, ૫.૧૬ થી ૧૯. ૨. ઉપર ૫, ૮૧, ૩. એજન. ૪. હિ. હિ. કે. ચં. ૨, ૬, પૃ. ૨૪, ૩૮. ૫. એજન, ઉ. પૃ. ૪૩ તથા તેની ટીપ. . ૧. એજન, . પૂ. જ ના તેની ટીપ.
૯. રસરત્નાકર કે રસેશ્વમંગલને શુદ્ધ તંત્ર ગણવામાં કાં તે શ્રી. પ્ર. રાયે અમુક ભાગ જ જે છે અથવા નાગાર્જુનનું નામ જોઈ ને શેવાળા ભાગની ઉપેક્ષા કરી છે.