________________
સંગ્રહગ્રન્થ -
-
[૧૮૧.
થકદત્તના બે ગ્રન્થો-ચરક-સુશ્રતના આ પ્રખ્યાત ટીકાકારના સમય વગેરેની ચર્ચા એની ટીકાના અવલોકન પ્રસંગે કરી છે. એ. વૈદ્ય મહામહોપાધ્યાય અને શિવભક્ત છે એમ એના ચક્કસંગ્રહના મંગલાચરણથી જણાય છે અને બ્રાહ્મણ છે એમ ગ્રન્થાને આપેલા શાપથી અનુમાન થાય છે. ચક્રદત્ત વૃન્દના સિદ્ધગને અનુસરીને પિતાને યોગસંગ્રહ લખે છે એટલું તે એ પોતે પર સ્વીકારે છે. અલબત્ત, વૃન્દ કરતાં એણે વેગે વધારે લખ્યા છે અને કદાચ એ જ એની વિશેષતા હશે. સાધારણ રીતે આ પાછલા જમાનામાં એ જ દ્રવ્યના નવા નવા પેગે વધતા ગયા છે. એક જ એગમાં થોડો ફેરફાર તથા ફલશ્રુતિમાં વધારોઘટાડે પણ જોવામાં આવે છે. બાકી તો આદિથી અન્ત સુધી ચક્કસંગ્રહ વૃન્દના સિદ્ધયોગને અનુસરે છે.
ચક્કસંગ્રહ ઉપર રત્નપ્રભા નામની કોઈની ટીકા હતી, પણ એ વધારે વિસ્તૃત તથા ભૂલભરેલી લાગવાથી ચરકસંહિતા ઉપર ટીકા લખનાર શિવદાસ સેને ચક્કસંગ્રહ ઉપર તવચન્દ્રિકા નામની ટીકા લખી છે.
શિવદાસ સેન મંગલાચરણથી વૈષ્ણવ કરે છે, સેનાન્સ નામથી બંગાળના વઘ જાતિના જણાય છે. એ પિતાને ગૌદશના માલંચિકા ગામને વતની અને ગૌઠરાજાના વૈદ્ય અનન્ત સેનનો પુત્ર કહે છે. એના સમયને નિર્ણય એ દ્રવ્યગુણસંગ્રહની ટીકામાં પોતે ગૌડરાજા બાર્બક સાહ પાસેથી અતરંગ પદવી અને છત્ર પ્રાપ્ત કર્યું હતું એમ કહે છે તે ઉપરથી થઈ શકે છે. આ બાર્બક સાહ તે
૧. ચક્રદત્તના દ્રવ્યગુણસંગ્રહની શિવદાસ સેનની ટીકાના ઉપર કહેલા લોકનો પાઠ પહેલાં તે ખેટે છપાયેલું, પણ હમણાં કવિરાજ ન્યાતિષ ચન્દ્રસેને બાર્બક સાહ પાઠ જોઈએ એમ નક્કી કર્યું છે. જુઓ વૈ. સં. ૫. ડિસેમ્બર, ૧૯૩૯ માં શિવદાસ સેનની લછુવાશ્મટ ટીકા' નામને લેખ :