________________
સંગ્રહથે
[ ૧૭૯ લખી છે. એ પણ આયુર્વેદને વિદ્વાન છે. તેણે સિદ્ધયોગની ટીકામાં : અનેક ટીકાકારોનાં નામ લખ્યાં છે. એ પણ શિવભક્ત છે.
વૃન્દકૃત સિદ્ધાગ–ચિકિત્સાકલિકાના ઘેરણ ઉપર રચાયેલ પણ એ કરતાં ઘણો વિસ્તૃત આ સિદ્ધગ ગ્રન્થ છે. માધવના ગદવિનિશ્ચયને અનુસરી જેનું ફળ અનુભવમાં આવ્યું હોય એવા યોગોને પિતે સંગ્રહ કર્યો છે એમ વૃન્દ કહે છે. માધવનિદાનમાં આપેલા રોગવર્ણનના કમને વૃન્દ અનુસરે છે એમાં તે શંકા નથી. બાકી એમાં આપેલા યોગે “દષ્ટફળ” છે કે નહિ તે તે વૈદ્યોએ અનુભવ કરીને નક્કી કરવાનું રહ્યું. આ વૃન્દ ચરક, સુશ્રત, વાલ્મટ અને માધવ પછી અને ચક્રદત્તની પહેલાં થયા છે. માધવને વૃન્દ અનુસરે છે એટલે એની પછી એમાં તે શંકા જ નહિ. સ્નાયુક રોગ, જેનું વર્ણન માધવનિદાનમાં નથી, તેનું વર્ણન વૃજે વિટાધિકારને અનતે કર્યું છે. એ વર્ણન યથાર્થ છે અને ચક્રદત્તે વૃન્દના શબ્દો જ સ્નાયુક રોગની ચિકિત્સાના વર્ણનમાં ઉતાર્યા છે. ચક્રતિ એ રેગનું નિદાન તે લખ્યું જ નથી, પણ વૃદંત નિદાન પિતાને કબૂલ છે એ આશય રાખે છે. ચક્રદત્તના ટીકાકાર શિવદાસ સેન કહે છે તેમ “સ્નાયુક પેગ સગ્વિનિશ્ચયમાં નથી કહ્યો, પણ વૃન્દમાં કહ્યો છે.” મતલબ કે એમાંથી ચક્રદત્ત લીધો છે. ચક્રદક્તિ પોતે વૃન્દના સિદ્ધગમાંથી ગો લીધા હોવાને સ્વીકાર ચક્કસંગ્રહને અને કર્યો છે. ચક્રદત્તનો સમય ઈ. સ. ૧૦૬૦ નિશ્ચિત હોવાથી વૃન્દને સમય કવિરાજ ગણનાથ સેન કહે છે તેમ ઈ. સ. નવમા કે દશમા શતકમાં લેવાને સંભવ છે.
વૃન્દના ટીકાકાર કહે છે તેમ પશ્ચિમમાં (મારવાડમાં) વધારે થતા નવા રંગનું વૃને ખાસ વર્ણન કર્યું છે એ જોતાં તે - પશ્ચિમ હિંદના વતની હોય એવો તર્ક થઈ શકે. વૃન્દ શિવભક્ત છે.
૧, જુઓ પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત, પૃ. ૫૫.