________________
આયુર્વેદના ઇતિહાસ
માધવનિદાનના સમય—અરબી પુરાવા માધવને સાતમાઆઠમા શતકમાં મૂકે છે, કારણ એલ્બીરૂની કહે છે તેમ પહેલા અબ્બાસીદ ખલીફાના સમયમાં જે સંસ્કૃત ગ્રન્થાનાં અરબીમાં ભાષાન્તરા થયાં છે તેમાં માધવનિદાન પણ હતું? અને કવિરાજ ગણુનાથ સેન આદિ વિદ્વાન વૈદ્યોએ એ સમય કબૂલ રાખ્યા છે.૩
જી રીતે વાગ્ભટ પછી અને ચક્રપાણિ તથા વૃન્દની પહેલાં માધવ થઈ ગયા છે. તે ઇન્દુરના પુત્ર છે, અને નામને છેડે કર આવે છે એ ઉપરથી તથા કંવદન્તી ઉપરથી કવિરાજ ગણુનાથ સેન એને અંગાળી ધારે છે. એ શિવભક્ત છે. માધવકરે રત્નમાલા નામના પણુ એક ગ્રન્થ લખેલો હાવાના ઉલ્લેખ શ્રી ગેાપીમાહન કવિરાજકૃત મુક્તાવલીના એક પદાં મળે છે.૪
૧૦૮ ]
માધવના ટીકાકારા—માધવનિદાન' ઉપર એ ટીકાઓ મળે છે : (૧) શ્રી વિજયરક્ષિત અને તેના શિષ્ય શ્રીક ંઠની મધુકાશ ટીકા, અને (૨) શ્રી વાચસ્પતિ વૈદ્યે રચેલી આતંકદર્પણુ ટીકા. આને માટે ઉપર સકારણ બતાવ્યું છે તેમ વાચસ્પતિ ઈ. સ.ના ૧૪ મા શતંકના પાછલા ભાગમાં થઈ ગયા અને વિજયરક્ષિત તથા તેના શિષ્ય શ્રીકંઠદત્ત તે પહેલાં પણ હેમાદ્રિ પછી એટલે ઈ. સ. ના ૧૪ મા શતકના પહેલા ભાગમાં થઈ ગયા.પ
વિજયરક્ષિતની વિદ્વત્તા એની ટીકામાં પદેષદે દેખાય છે. તેણે આયુર્વેદની સ ંહિતામાં ઊંડું અવગાહન કરેલું છે. એ શિવભક્ત છે. તેના શિષ્ય શ્રીકંઠદત્તે ગુરુની અધૂરી ટીકા પૂરી કરવા ઉપરાંત વૃન્દમૃત ‘સિદ્ધયોગ' ઉપર કુસુમાવલી નામની ટીકા
૧. જોલીનું ઇંડિયન મેડિસિન', પૃ. ૭, ૯ અને હલ પૃ. ૧૬, ૨. હિસ્ટરી આક્ હિન્દુ કેમિસ્ટ્રી,' પૃ. ૧૧૧, ૧૧૨,
: ૩. જીએ પ્રત્યક્ષશારીર,' ઉપાદ્ધાત, પૃ. ૫૫, ૪, જુએ ‘માધવિનદાન' (નિ, પ્રે, )ને ઉપાદ્લાત. ૫. ઉપ૨ પૃ. ૧૭૨,