________________
૧૮૦ ]
આયુર્વેદને ઈતિહાસ - ચક્રપાણિ દત્ત જેવા ચરક-સુશ્રુતના પારંગત વિદ્વાને જેનું
અનુસરણ કરવું યોગ્ય ગણ્યું છે તે ગ્રન્થ સંગ્રહની દષ્ટિએ કીમતી હે જ જોઈએ. - જવરથી આરંભી વાજીકરણ સુધીના ૭૦ અધિકારોમાં આરંભમાં ચિકિત્સાના સિદ્ધાન્તો ટૂંકામાં કહ્યા પછી યોગોને સંગ્રહ કર્યો છે. પછીના અધ્યાયમાં નેહ, સ્વેદ, વમન, વિરેચન, બસ્તિ, ધૂમ, નસ્ય, કવલ અને અરિષ્ટનું વર્ણન કર્યું છે. પછી ૮૧ મે સ્વસ્થાધિકાર છે, જેમાં પ્રાચીન આયુવેદાચાર્યોની પ્રથાને અનુસરી આરોગ્ય માટે પરસ્ત્રી અને પરધનની ઇચ્છા ન કરવાને તથા અહિંસાપરાયણ રહેવાનો ઉપદેશ આપે છે. છેલ્લે મિશ્રકાધિકાર છે, જેમાં વૈદ્યકનાં ચાર પાદ, માન, પરિભાષા વગેરે પ્રકીર્ણ વિષય છે.
વૃન્દના આ સિદ્ધયોગ ઉપર શ્રીકંઠ દત્તની વ્યાખ્યા કુસુમાવલી નામની ટીકા છે. આ શ્રીકઠે જ માધવનિદાનની ટીકા લખવામાં ભાગ લીધો છે એ ઉપર કહ્યું છે. એ ૧૪ મા શતકમાં થઈ ગયે. એણે ટીકા કયાંક ક્યાંક અધૂરી રાખેલી તે નાગર જ્ઞાતિના ભાભલના પુત્ર નારાયણે પૂરી કરી છે એમ આનન્દાશ્રમ ગ્રન્થમાલાની આવૃત્તિમાં ટીકાને અને લખેલું છે.
ભેજરાજાને રાજમાર્તડ–ભેજના નામ ઉપર અલંકાર, તિષ વગેરે વિષયોના ગ્રન્થો મળે છે, તેમ રાજમાર્તડ નામને એક વૈદ્યક ગ્રન્થ પણ મળે છે. આ રાજમાર્તડ મેંગસંગ્રહાત્મક કે ગ્રંથ છે. એ માળવાના પ્રખ્યાત રાજા ભેજ (વિ. સં. ૧૮૫૭ થી ૧૧૧૨)ને છે એની ખાતરી નથી, પણ પોતે મહારાજ હોવાનું તે પ્રખ્યારમ્ભ કર્તા કહે છે, અને રાજા ભેજ જાતે વિદ્વાન અને 'વિદ્વાનેના આશ્રયદાતા તરીકે પ્રસિદ્ધ છે. એ જોતાં એણે કે એના ' આશ્રિત વૈદ્ય આ ગ્રન્થ એ હોવાનો સંભવ છે.'
૧. વૈદ્યરાજ જા. ત્રિ, આચાર્યો આયુર્વેદ ગ્રન્થમાળામાં મુંબઈમાં આ ગ્રન્થ છપાવ્યો છે. •