________________
૧૭૬ ]
આયુર્વેદને ઈતિહાસ હેવાથી કયા રોગમાં શસ્ત્રકર્મ કરવું, ક્યા રોગોમાં શિરાક્ષ કરવો, કયામાં જળ લગાડવી, કયાં દ્રવ્યોથી સજાને પકાવ અને વણમાં ગુગ્ગલુતિક્ત વ્રત કથારે ભરવું વગેરે શલ્યતંત્રને સાર આઠ જ શ્લેકમાં કહી દીધું છે. અલબત્ત, જ્વરાદિ રોગોની ચિકિત્સામાં જે જે પ્રાચીન ગ્રન્થમાં રહસ્યભૂત ગ્રન્થકારને લાગ્યું તે કહ્યું છે અને એ રીતે ગ્રન્થ કીમતી છે, પણ કાયચિકિત્સાનું પ્રાધાન્ય અને શલ્યાદિ બીજાં અંગોની ઉપેક્ષા થઈને એ જ્ઞાનની અર્ધગતિને આયુર્વેદના ઇતિહાસમાં આરંભ આ ગ્રન્થના રચનાકાળથી ગણો જોઈએ એમ મને લાગે છે.
આ ચિકિત્સાકલિંકા ઉપર એના કર્તા તીસટના પુત્ર ચન્દ્રટની વિદ્વત્તાભરેલી ટીકા છે. એ ટીકામાં ચન્દ્રકે ચરક, સુશ્રુત, ક્ષારપાણિ, ખરનાદ, ભેલ, પરાશર, વિદેહ, હારીત વગેરે જે નામે લખ્યાં છે તેમાં હરિશ્ચન્દ્ર અને જે જજટનું નામ છે. વળી, પોતે જોયેલા ગ્રન્થો ગણાવતાં જેજ જટની સુશ્રુત ઉપરની ટીકાને એ ઉલ્લેખ કરે છે. એ ઉપરથી જેજજટ પછી ચન્દ્રટ થયા છે એ નક્કી અને જજટ પિતાને વાલ્મટના શિષ્ય કહે છે, માટે વાડ્મટ પછી પણ વાલ્મટને સીધે ઉલ્લેખ તીસ કે ચન્દ્ર નથી કર્યો એ જોતાં વાભટની પ્રસિદ્ધિ થયા પહેલાં એટલે છઠ્ઠા શતકમાં એ પિતાપુત્ર થયા હોવા જોઈએ એ મારો મત છે.
ચન્દટતીસટના પુત્ર ચન્દ્રટે પિતાના ગ્રન્થ ઉપર ટીકા રચવા ઉપરાંત એ પિતે એ ટીકાને અને કહે છે તેમ ગરત્નસમુચ્ચય અને સુશ્રુતની પાઠશુદ્ધિ એ બે રચના કરી છે. ચન્દ્ર, આયુર્વેદને સારા વિદ્વાન છે એ તે એની ટીકા ઉપરથી જ દેખાય છે. એ જેને સુશ્રુતની પાઠશુદ્ધિ કહે છે તેની એક પ્રત ઇન્ડિયા ઓફિસ
૧. જુઓ ઉપર પૃ. ૧૬૪.